BANASKANTHAGUJARATPALANPUR

ભારે વરસાદ બાદ બનાસકાંઠામાં રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી શરૂ

19 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જિલ્લાના વિવિધ તાલુકામાં બંધ રસ્તાઓને ફરી કાર્યરત બનાવાયા.માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે મરામત કાર્ય હાથ ધરાયું: ડામર પ્લાન્ટથી રીસરફેસીંગ કાર્ય ચાલુ બનાસકાંઠા જિલ્લામાં તા. ૦૬/૦૯/૨૫ તથા ૦૭/૦૯/૨૦૨૫ થી પડેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ રસ્તાઓને થયેલી ક્ષતિને પગલે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ પાલનપુર હસ્તકના માર્ગોની તાત્કાલિક મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્ષતિગ્રસ્ત થયેલ રોડ-રસ્તાઓ જાહેર નાગરિકોની અવરજવર માટે મુશ્કેલીરૂપ ન બને તે માટે રાજ્ય સરકારશ્રીના સૂચનાનુસાર બનાસકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઈજનેર શ્રી અંકિત ચૌધરીના નેતૃત્વમાં ૧૪ ટીમોને કાર્યરત કરવામાં આવી છે. વરસાદી વિરામ બાદ ડામર પ્લાન્ટ શરૂ કરીને નીચે મુજબ માર્ગો ઉપર રીસરફેસીંગની કામગીરી હાથ ધરાઈ છે.
(૧) ચંડીસર – દાંતીવાડા રસ્તો કીમી ૦/૦ થી ૧૫/૦૫૦
(ર) એન.એચ. થી વરસડા – તેરવાડા – દિયોદર રસ્તો કીમી ૦/૦ થી ૨૧/૭૬૦
(૩) શિહોરી – દિયોદર રસ્તો કીમી ૦/૦ થી ૯/૬૦૦
(૪) દેતાલ –ભીમગઢ – તરૂઆ રસ્તો કીમી ૦/૦ થી ૧૭/૫૫૦
તથા
મેટલ પેચ વર્ક:
(૧) માવસરી સુઇગામ કી.મી. ૦/૦ થી ૫૩/૦
(૨) ઢીમા થી ટડાવ રોડ કીમી ૦/૦ થી ૧૬/૬૩૦
(૩) ઊંચોસણ એટા કોતરવાડા રોડ કીમી ૦/૦ થી ૨૪/૭૦૦
તેમજ થરાદ, વાવ, સુઇગામ અને ભાભર તાલુકામાં ભારે વરસાદને કારણે બંધ થયેલ નીચે મુજબના રસ્તાઓ પર રેઇન કટ રીપેરીંગ, માટીકામ અને પાઇપ ડ્રેઇન રીપેરીંગ કરીને માર્ગોને ટ્રાફિક માટે કાર્યરત કરવામાં આવ્યા છે:
(૧) ઢીમા – થરાદ રોડ કિ.મી. ૦/૦ થી ૧૨/૪૦૦
(ર) વાવ ઢીમા રોડ કીમી ૦/૦ થી ૩૨/૦
(૩) વાવ – ભાભર રસ્તો કીમી ૦/૦ થી ૩૨/૦
(૪) રાધનપુર – લોદ્રા – મોરવાડા રસ્તો કીમી ૨૫/૦ થી ૪૩/૮૭૭
(પ) સુઇગામ – સિધાડા રસ્તો કીમી ૦/૦ થી ૨૦/૭૫૦
(૬) બોરૂ-ઘ્રેચાણા ૦/૦ થી ૫/૮૫૦
(૭) લીમ્બુણી -કસ્ટમ રસ્તો કીમી ૦/૦ થી ૪/૬૮૦
(૮) દિયોદર – જાડા – કોતરવાડા ધરાધરા – વાવ કીમી ૦/૦ થી ૩૧/૬૭૦
(૯) સુઇગામ – જલોયા – નડાબેટ રસ્તો કીમી ૦/૦ થી ૧૯/૬૦૦
(૧૦) વાવ – ભાખરી – સપ્રેડા રસ્તો ૦/૦ થી ૧૬/૩૦૦
(૧૧) પાડણ – ગોલપનસડા – જેલાણા રોડ કીમી ૦/૦ થી ૧ર/૯
જિલ્લાના થરાદ, વાવ, સુઇગામ અને ભાભર તાલુકાઓમાં સતત વરસાદ અને પાણી ભરાવાના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને કારણે યાતાયાત પર આંશિક અસર થઈ હતી. વરસાદી વિરામ બાદ તંત્ર દ્વારા રસ્તાઓને ઝડપથી દુરસ્ત કરીને જાહેર જનતાને સરળ અને સલામત અવરજવર મળી રહે તેવા પ્રયાસો સતત ચાલી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!