AHAVADANGGUJARAT

Dang: ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર કોલ કરવો-ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ટેક્નોલોજીના આ યુગમાં હજારો લોકો સાઇબર ફ્રોડનો શિકાર થતા હોય છે. જેનાથી પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી થઇ જતી હોય છે. ત્યારે પ્રજાજનોને ઓનલાઇન ફ્રોડનો શિકાર થતાં અટકાવવા, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘પ્રેસ મિટ’ યોજાઇ હતી.જેમાં જિલ્લા પોલીસ વડાએ ઓનલાઇન ફ્રોડ થાય તો *૧૯૩૦* પર તુરંત કોલ કરવા જણાવ્યું છે.

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ‘પ્રેસ મિટ’માં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે, આજના ટેક્નોલોજીના યુગમાં ખુબ જ બહોળા પ્રમાણમાં ઓનલાઇ ફ્રોડ થતા હોય છે. લોકો ઓનલાઇન બેંન્કિગ, ઓનલાઇન શોપિંગ તેમજ ઓનલાઇન ટ્રાંજેક્શનનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે લોકો સાથે સાઇબર ફ્રોડ થતાં હોય છે. જે અંગેની ફરિયાદ *૧૯૩૦* હેલ્પલાઇન નંબર પર કોલ કરીને જણાવી શકાય છે.

સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ મહિના દરમિયાન ૫૦ હજારથી વધુ અલગ અલગ ઓનલાઇન ફ્રોડ થયાની ફરિયાદો *૧૯૩૦* હેલ્પલાઇન નંબર પર નોંધાઇ છે. જેમાં ૧૧૦ કરોડથી વધુની રકમ ફ્રિઝ કરવામાં આવી છે. જે કોર્ટ હુકમ બાદ લોકોને પરત કરવામાં આવશે.

ડાંગ જિલ્લામાં પણ છેલ્લા છ મહિના દરમિયાન ૨૦૦થી વધુ અલગ અલગ ઓનલાઇન ફ્રોડ થયા અંગેની ફરિયાદો નોંધાઇ છે. જે કોર્ટની પ્રક્રિયા બાદ અરજદારોને રકમ પરત કરવામાં આવશે.

ઓનલાઇન ફ્રોડ અલગ અલગ રીતે થાય છે. જેમાં આઇડેન્ટીટી ફ્રોડ, ક્રેડિટ-ડેબીટ કાર્ટ ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, જુદી જુદી કંપનીઓ દ્વારા લોન આપવા અંગે ફ્રોડ, રેલવે-બસ-હોટેલ ટિકિટ બુંકિગ, બેંન્કિગ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, ફેક એકાઉન્ટના નામે ફ્રોડ, ઓનલાઇન વિડીયો કોલિંગ ફ્રોડ, કેવાયસી ફ્રોડ, જેવા અલગ અલગ પ્રકારના ફ્રોડ થાય છે. આ પ્રકારના ફ્રોડ થાય તો તુંરત *૧૯૩૦* પર કોલ કરવા, તેમજ અજાણી લિંન્ક પર ક્લિક કરવું નહિં તેમ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!