MORBIMORBI CITY / TALUKO

નવયુવ ગ્રુપ ઓફ એજ્યુકેશન માં આકર્ષક પગાર સાથે મોરબીમાં મેગા નોકરી ભરતી મેળો.

પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં આકર્ષક પગાર સાથે          કારકિર્દી ઘડવાનો સુવર્ણ અવસર

મોરબીમાં નોકરી ઇચ્છુક યુવક- યુવતીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો માટે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક આવી છે. મોરબી જિલ્લાની નામાંકિત શૈક્ષણિક સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશને ખૂબ સારા પગાર ઉપરાંત ચા-પાણી, નાસ્તો અને ટ્રાન્સપોર્ટિંગ (વાહન વ્યવસ્થા) સહિતની સુવિધા સાથે અલગ અલગ જગ્યાની ભરતી જાહેર કરી છે. રસ ધરાવતા ઉમેદવારોએ દિવસ 10 માં અરજી E-Mail : [email protected] અથવા 9574872583 વોટ્સએપ નં. પર મોકલી આપવાની રહેશે.

પ્રિન્સિપાલ- B. Ed. અને LL. B. કોલેજમાં પ્રિન્સિપાલ તરીકેનો અનુભવ ધરાવતા હોય, અભ્યાસ કરાવી શકે , મેનેજમેન્ટ કરી શકે તેવા ઉમેદવારે અરજી કરવી.

રિસેપ્શનિસ્ટ-નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના દરેક યુનિટ પર રિસેપ્શનિસ્ટનું કામ કરી શકે તેવા ગ્રેજયુએટ, વાકચાતુર્ય, આકર્ષક દેખાવ, તથા વ્યકિતત્વ ધરાવતા અનુભવી, મહેનતુ મહિલા ઉમેદવારે અરજી કરવી.

કો -ઓર્ડીનેટર-નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના દરેક યુનિટ પર વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલી તથા પ્રિન્સિપાલને જોડતી કડી સાબિત થાય તેવા સૂઝબૂઝ ધરાવતા શિક્ષક અથવા શૈક્ષણિક સંસ્થાનો 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારે અરજી કરવી.

સોફ્ટવેર એજીનિયર-નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું તમામ મેનેજમેન્ટ સોફટવેર મારફત થતું હોવાથી સોફટવેરનું સંપૂર્ણ હેન્ડલીંગ ડેવલપ મેનેજ કરી શકે તેવા સોફટવેર એન્જિનિયર ઉમેદવારે અરજી કરવી.

વિષય શિક્ષક-પ્રાથમિક, માધ્યમિક વિભાગ માટે ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : P.T.C./B.Ed.

ફિકસ શિક્ષક-H.K.G., ઘોરણ 1-2નાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસી શકે તેવા ઉત્સાહી ઉમેદવારે અરજી કરવી. લાયકાત : P.T.C./B.Ed.

કમ્પ્યુટર ટીચર-પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને પ્રેકટીકલ તથા થિયરીકલ અભ્યાસ કરાવી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : M.C.A.

સ્પોર્ટસ ટીચર-પ્રાથમિક તથા માધ્યમિક વિભાગ માટે સ્પોર્ટ્સ શિક્ષક જોઈએ છે. લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી કરવી. લાયકાત : B.P.Ed./M.P.Ed.

NCC-ANO-જે ઉમેદવાર NCC નું C સેર્ટીફીકેટ મેળવેલ હોય, જુનિયર અને સિનિયર NCC ના કેડેટ ને પરેડ કરાવી શકે, NCC ના વિદ્યાર્થીઓ ને કેમ્પ લઈ જઈ તાલીમ અપાવી શકે તેવા ઉમેદવારે અરજી કરવી. લાયકાત:- NCC ‘C’ સેર્ટીફીકેટ

બિલ્ડીંગ સુપરવાઈઝર- નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનાં તમામ કેમ્પસમાં બિલ્ડીંગમાં રાઉન્ડ લગાવી ધ્યાનમાં આવતું મેઈન્ટેનન્સ, સફાઈ વગેરે બાબતનું યોગ્ય ઉપાય કરી સોલ્યુશન કરી શકે તેવા. લાયકાત:- ગ્રેજ્યુએટ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!