BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકાના થરા અનુપમ પ્રાથમિક શાળા નં. ૨ માં ૭૮ માં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરાઈ..

કાંકરેજ તાલુકાના થરા અનુપમ પ્રાથમિક શાળા નં. ૨ માં ૭૮ માં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરાઈ..

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં દેશમાં અમૃત મહોત્સવ અને ૭૮ માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગરમાં આવેલ અનુપમ પ્રાથમિક શાળા નં.-૨ માં થરા સ્ટેટ માજી રાજવી એવમ થરા નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહજી વાઘેલાના વરદ હસ્તે
ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
ગુરૂવારે વહેલી સવારે શાળાએથી ત્રિરંગાયાત્રા નીકળી “જય જવાન જય કિસાન”, “ઈન્કલાબ જિંદાંબાદ”, “ગલી ગલી મેં નારા હૈ હિન્દુસ્તાન હમારા હૈ”, “ગાંધીબાપુ અમર રહો” ના નારા સાથે પ્રભાત ફેરી તેરવાડિયા વાસ,જુનાગંજ બજાર,મુસ્લિમ શેરી,તખતપુરા વિસ્તારમાં ફરી પ્રભાતફેરી શાળા એ આવી હતી.વંદે માતરમ ગીત બાદ સ્ટેટમાજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલાના હસ્તે આચાર્ય ઝાલા બિન્દેશ્વરીદેવી ચંદ્રસિંહજી,થરા શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર, મહામંત્રી રાધેવેન્દ્ર જોષી,થરા નગરના જૈન શ્રેષ્ઠી અલ્પેશભાઈ શાહ,કોર્પોરેટર રસીકભાઈ પ્રજાપતિ, ભૂપતજી ગોહિલની ઉપસ્થિતિમાં ત્રિરંગો ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ઝંડા ગીત અને રાષ્ટ્ર ગીત બાદ શાળાના શિક્ષક સેમાભાઈ પટેલે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.શાળાના વિધાર્થી ચૌધરી બ્રિજલ મહેશભાઈ (ધો.-૭) એ હિન્દીમાં અંકિત રાવળે (ધો.-૮) અંગ્રેજીમાં વ્યક્તવ્ય રજુ કર્યું હતું.આજે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્યની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સતત પ્રજા લક્ષી કામો કરી પ્રજા સુખાકારી માટેના અવિરત પ્રયાસો કરી રહ્યા છે.સરકારના અથાગ પ્રયત્નો થકી શિક્ષણ આરોગ્ય, માર્ગ,સિંચાઈ,પાણી તેમજ અન્ય સુવિધાઓનો નોંધપાત્ર વિકાસ થયો છે.આજે આપણે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે.જે અંતર્ગત ઘર ઘર તિરંગા લોકોએ લગાવી દેશ ભાવનાને વધુ જાગ્રત કરી રહ્યા છે.”મેરી મિટ્ટી મેરા દેશ”થકી દેશમાં નહીં પરંતુ વિશ્વમાં આજે ત્રિરંગો માનભેર લહેરાઈ રહ્યો છે.રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન દેશની તે ઘરો હરોમાંથી એક છે જેની સાથે દેશ ની ઓળખ જોડાયેલી છે. પ્રત્યેક રાષ્ટ્રના રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાનની ભાવનાઓ ભલે અલગ હોય પરંતુ તેની રાષ્ટ્ર ભક્તિની ભાવનાની અભિવ્યક્તિ કરે છે.સ્વતંત્રતા દિવસની ૭૮ માં વર્ષગાંઠ નિમિતે હું દરેકને અભિનંદન પાઠવું છું.આ પ્રસંગે અમરતભાઈ દેસાઈ,મમતાબેન તેરવાડીયા,એસ.એમ.સી.ના સભ્યો સહિત વાલી ગણ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાગજીભાઈ ઠાકોરે જયારે આભાર વિધિ મોંઘજીભાઈ ચૌધરી એ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!