GUJARATPATANSIDHPUR

હૃદય રોગ અને જીવન શૈલી પર સિદ્ધપુરમાં સેમીનાર યોજાયો..

હૃદય રોગ અને જીવન શૈલી પર સિદ્ધપુરમાં સેમીનાર યોજાયો..

 

 

હાલના સાંપ્રત સમયમાં જ્યારે હૃદય રોગના કેસો ખૂબ વધી ગયા છે ત્યારે સિધ્ધપુર શહેરમાં નર્સિંગ કોલેજ હોલ ની અંદર આજરોજ મૈત્રી દિવસના દિવસે અમદાવાદના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર અનીશ ચંદારાણા દ્વારા એક સુંદર સેમીનાર લેવામાં આવેલ હતો જેમાં ડોક્ટર અનીશ ચંદારાણા એ હૃદય રોગ અને તેને અનુરૂપ જીવન શૈલી વિશે વિગતવાર ચર્ચા કરેલ હતી . અનિયમિત કાર્ય પદ્ધતિ, તનાવ, જંક ફૂડ અને રોગ પ્રત્યે બેકાળજી એ આજના હૃદયરોગ ના મુખ્ય કારણો છે…તેમના કહેવા પ્રમાણે યોગ્ય ખોરાક ,યોગ્ય કસરત અને આધ્યાત્મિક જીવનશૈલીથી હૃદય રોગને કાબુમાં રાખી શકાય છે.

 

આ સેમિનાર સિધ્ધપુર શહેરની તમામ ક્લબો જેવી કે લાયન્સ ક્લબ ,રોટરી ક્લબ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, રેડ ક્રોસ ,ઇનર વીલ ક્લબ, સિધ્ધપુર સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજના સહયોગથી યોજવામાં આવેલ હતો જેમાં સિદ્ધપુર શહેરના નામાંકિત 500 થી વધુ નગરજનોએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!