GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી છેતરપીંડીના ગુન્હામાં પાંચ વર્ષથી ફરાર આરોપીને દબોચી લેતી ક્રાઇમ બ્રાંચ

મોરબી:છેતરપીંડીના ગુન્હામાં પાંચ વર્ષથી ફરાર આરોપીને દબોચી લેતી ક્રાઇમ બ્રાંચ

માળીયા(મી)પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા કચ્છ જીલ્લાના અંજાર ખાતેથી ઝડપી લઇ હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે માળીયા(મી) પોલીસ મથકમાં સોંપી આપ્યો છે.

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના આપતા જે અન્વયે મોરબી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઇ વાઘેલા તથા PC વિક્રમભાઇ રાઠોડ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા મીયાણા પોસ્ટેના આઇ.પી.સી.કલમ- ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબના ગુન્હામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઠમકરારામ બિશ્નોઇ(રાજસ્થાન) હાલ કચ્છ જિલ્લાના અંજાર ખાતે હોવાની હકીકત મળતા ઉપરોકત સ્ટાફની ટીમ બનાવી અંજાર ખાતે જઇ તપાસ કરતા આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઠમકરારામ બિશ્નોઇ ઉ.વ.૪૨ રહે. ડેડવા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળો શિવ લોજીસ્ટ મેઘપર બોરીચી ખાતેથી મળી આવતા તેને પકડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે માળીયા મીયાણા પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!