CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડી તાલુકાના ખોડિયા ગામે દારુની ખેપ મારતા ખેપીયાએ સાયકલ સવારને અડફેટે લેતા.રસ્તા પર ઇંગ્લિશ દારૂની રેલમ છેલ

 

મુકેશ પરમાર નસવાડી

નસવાડી તાલુકામાં દારૂબંધીના ધજાગરા ઉડીયા હોવાનું જણાય આવ્યું છે હવે તો બુટલેગરોને પોલીસનો પણ ડર રહ્યો જ ન હોય તેમ લાગી રહ્યું છે . નસવાડી તાલુકાના ખોડીયા ગામે બસ સ્ટેશન પાસે એક દારૂની ખેપ મારતો ખેપીઓ મોટરસાયકલ પુરઝડપે રંફાટ હંકારી જતો હતો તે દરમિયાન સાયકલ સવારને અડફેટમાં લેતા સાયકલ સવાર રોડ ની બાજુમાં ઢસડાઈને પડ્યો હતો જ્યારે બાઈક પર દારૂની ખેપ મારતો થેલાની બાઈક પણ રોડ પર ધસડી હતી. અને જેને લઇ રોડ પર દારૂના કવોટરિયા અને બિયરની ટીન ની રેલમછેલ થઈ ગઈ હતી. જેને લઈ ગ્રામજનો નું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોએ પોલીસ બોલાવી ખેપીયાને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂ કવોટરિયા અને બીયરટીન કુલ 70 નંગ ₹7,650 નો નો પ્રોહીબિશન મુદ્દામાલ તથા ગુનામાં લેવાયેલી હોન્ડા કંપનીની સાઈન મોટરસાયકલ જેનો રજી. નં.GJ 34 J 7894 કિંમત ₹35,000 સહિત કુલ 42,650 નો માલ જપ્ત કરી સાથે આરોપી અજયભાઈ મશરૂભાઈ ભીલ ઉ.વ 21 રહે. સિંધીપાણી મંદિર ફળીયુ.તા.નસવાડી જી.છોટાઉદેપુર પકડી લીધો હતો અને વાવણા ભાઈ મૂળજીભાઈ ભીલ રહે.ખડલા તા.કવાંટ જી.છોટાઉદેપુર હાલ રહે મહારાષ્ટ્ર જેઓ ફરાર થઈ ગયો હતો.પોલીસ વોન્ટેડ જાહેર કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!