IDARSABARKANTHA

ઈડર શાળામાં નં.૩ ખાતે ફરજ બજાવતાં શિક્ષકનો અનોખો પ્રયાસ

બાળકોને નિયમિત શાળાએ ધયાન આપવાં શિક્ષકનો અનોખો પ્રયાસ…

 

ઈડર શાળામાં નં.૩ ખાતે ફરજ બજાવતાં શિક્ષકનો અનોખો પ્રયાસ…
શિક્ષકે બાળકોને શાળાએ નિયમિત આવવા બનાવ્યું સોંગ…
ઉનાળું વેકેશન પૂર્ણ થતાં શાળાએ નિયમિત આવવા કરી અપિલ બાળકો વેકેશન માં પરિવારજનો તેમજ મિત્રો સાથે વેકેશન માણી થતાં હોઈ છે
વેકેશન પૂર્ણ થયાં બાદ શાળાઓ ખુલતા બાળકોને પ્રોત્સાહિત કરવા બનાવ્યું છે અનોખુ સોંગ…

ઈડર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર-૩ ખાતે ફરજ બજાવતા શિક્ષકે અનોખું ગીત બનાવી બાળકોને નિયમિત શાળાએ આવવા પ્રોત્સાહિત કર્યાં છે.. ઉનાળું વેકેશન પૂર્ણ કરી ફરીએકવાર બાળકોનું શિક્ષણ તરફ઼ ધ્યાન દોરવા શાળા પરિવાર તેમજ શિક્ષકનો અનોખો પ્રયાસ જોઇ આપ સૌ પણ થશો શિક્ષણ પ્રત્યે પેરિત…

સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિની ઓનું મનોબળ મજબૂત કરવા રાજ્ય સરકાર તેમજ શાળા પરિવાર અવનવા પ્રયાસો કરતાં હોઈ છે.. સાબરકાંઠા જિલ્લાના ઈડર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર-૩ ખાતેનાં શિક્ષકનો વિદ્યાર્થીઓ પ્રત્યે નો અનોખો આનંદ જૉવા મળ્યો છે.. ઈડર શહેરમા આવેલ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ ૧(એક) થી ૮(આઠ) સુધીનાં વર્ગોમાં આશરે ૫૦૦ (પાંચસો) કરતા પણ વઘુ વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં નાના ભૂલકાઓ તેમજ બાળકો વેકેશન નું આતરતા પૂર્વક રાહ જોતા હોય છે જ્યારે શાળામાં દિવાળી કે ઉનાળાનું વેકેશન પડતું હોય છે ત્યારે બાળકો રજાના દિવસોમાં પરિવાર સાથે પરિજનો તેમજ મિત્રો સાથે ફરવા હરવા જતાં હોઈ છે.. શાળાનું વેકેશન પૂર્ણ થાય ત્યારે બાળકોને શાળાએ જવું બહું અઘરું લાગતું હોય છે ત્યારે ખાસ કરીને રાજ્ય સરકાર પ્રાથમિક શાળાનું વેકેશન ખુલતા શાળામાં બાળકોને નિયમિત કરવાં અર્થાગ પ્રયસો કરતા હોઈ છે… ખાસ કરીને એક મહિના વેકેશન દરમીયાન બાળકો મામાનાં ધરે તેમજ લગ્ન પ્રસંગ જેવા વિવિધ કાર્યકમો માં હાજરી આપતા હોય છે જેણે લઇ બાળકો શિક્ષણ અને શાળાને ભૂલી જતાં હોઈ છે અને વેકેશન ની મજા માણતા હોય છે… વેકેશન પૂર્ણ થયાં પછી બાળકોને શાળાએ નિયમિત કરવાં તેમજ વેકેશન ખુલ્યા પછી પહેલા દિવસથી શાળામાં સંપૂર્ણ સંખ્યા લાવવાની હેતુ સાથે શાળાના શિક્ષકે ગીત બનાવી વાલીઓ તેમજ સોશીયલ મિડીયા વાઇરલ કર્યુ છે…

શિક્ષક પ્રાથમિક શાળા નં.૩ ઈડર
ઈડર પ્રાથમિક શાળા નંબર-૩ ખાતે ફરજ બજાવતા શિક્ષક રમેશભાઈ ને ઉનાળું વેકેશન દરમિયાન બાળકોને શાળા તરફ઼ પેરીત કરવાનો વિચાર હતો.. શક્ષકનો ફોન આવ્યા બાદ શાળા પરિવારે શિક્ષકને સંપૂર્ણ સાથ સહકાર આપી તેઓની ઇરછા મૂજબ બાળકો ને પ્રાથમિક શાળા તરફ પરિત કરવા ગીત બનાવ્યું છે.. જે ગીત હાલ સોશીયલ મિડીયા તેમજ વાલીઓ સુધી પહોંચતા તમામ લોકો ગીત સાંભળી બાળકોને પ્રાથમિક શાળા પ્રત્યે ખૂબ ઉત્સાહિત થઈ રહ્યા છે… શાળાને શિક્ષકે ગીત બનાવ્યા પછી બાળકો વેકેશન પૂર્ણ થયાં પછી બાળકો પહેલા દિવસથી શાળામાં ૧૦૦% સંખ્યા જોવા મડી રહી છે.. શાળાના શિક્ષકે બનાવેલ ગીતને લઇ પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણ પર્ત્યે પરેતી થયા છે.. જેણે શાળા પરિવારે શિક્ષક નો આભાર્ માન્યો છે..

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!