GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાની લજાઈ ચોકડીએ હોટલ પર બાળ શ્રમિકને કામે રાખનાર સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

TANKARA:ટંકારાની લજાઈ ચોકડીએ હોટલ પર બાળ શ્રમિકને કામે રાખનાર સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

 

 

ટંકારાની લજાઈ ચોકડી પાસે આવેલ ચા પાનની હોટેલ ખાતે બાળ કિશોરને કામે રાખી મજુરી કરાવનાર ઇસમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે

મોરબી AHTU માં ફરજ બજાવતા ભરતસિંહ ડાભીએ આરોપી અર્જુનસિંહ બ્રિજરાજસિંહ જાડેજા (ઉ.વ.૩૭) રહે લજાઈ તા. ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી અર્જુનસિંહે પોતાની નારાયણી ચા પાનની હોટેલ ખાતે સગીર કિશોર/બાળકને મજુર તરીકે રાખી તેની પાસે ટેબલ સફાઈ અને રસોઈ બનાવવામાં મદદ કરાવી તેમજ વાસણ સફાઈ, હોટેલ સાફ સફાઈ મજુરી કામ કરાવી આર્થિક શોષણ કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ બાળ અને તરુણ (પ્રતિબંધિત) કાયદાની સને ૧૯૮૬ ની કલમ ૦૩,૦૭ અને ૧૪ (૧) તથા જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ ૨૦૧૫ ની કલમ ૭૯ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!