અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના ઉન્ડવા ગામના વિશ્વકર્મા મંદિરમાં રાત્રે ચોરી,ચાંદીનો મુઘટ અને દાનપેટીમાંથી રોકડ મળી કુલ 70 હજારની ચોરી
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઉન્ડવા ગામમાં આવેલ વિશ્વકર્મા મંદિરમાં રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિરની દાનપેટી ઉઠાવી ખેતર તરફ લઇ જઇ તોડી તેમાં રહેલી રોકડ રકમ ચોરી લીધી હતી.ચોરી દરમિયાન ચોરે મંદિરમાંથી ભગવાનનો ચાંદીનો મુઘટ પણ ચોરી કર્યો હતો. સમગ્ર ચોરીમાં અંદાજે ₹70,000 જેટલા મુદ્દામાલની ચોરી થઈ હોવાનું પ્રાથમિક અંદાજ છે.સ્થાનિક લોકોએ સવારે મંદિર ખૂલે ત્યારે તૂટેલું તાળું અને ખાલી દાનપેટી ખેતરમાં જોઈ તુરંત ઘટનાની જાણ મેઘરજ પોલીસને કરી હતી.મેઘરજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. મંદિર પરિસરમાં સીસીટીવી કેમેરા હાજર છે કે નહિ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.સ્થાનિક લોકોએ તંત્ર પાસે ભક્તિ સ્થળોની સુરક્ષા વધારવાની માંગ ઉઠાવી છે.