વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગનાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં યુ ટર્ન વળાંકમાં એક આઈસર ટેમ્પાએ મોટરસાયકલ પર સવારોને અડફેટમાં લીધા બાદ આઈસર ટેમ્પોને પલ્ટી ખવડાવી દેતા સ્થળ પર બાઈક સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.મહારાષ્ટ્રનાં નાશિક જીલ્લાનાં માલેગાવ ખાતે રહેતા ઈમરાનખાન મહમદ ઇરફાન ખાનનાઓ પોતાના ગામથી ગ્રુપમાં અલગ અલગ છ મોટર સાયકલ લઇને ડબલ સવારીમાં કુલ-12 મિત્રો સાથે ફરવા માટે નીકળેલ હતા.અને ફરતા-ફરતા આહવાથી સાપુતારા આવવા નીકળ્યા હતા.ત્યારે માલેગામ ગામ પસાર કરીને સાપુતારા ઘાટ ચઢતા હતા,તે વખતે અબ્દુલ વહીઝ મુર્તઝા અને સાજીદ અનવર અંસારી તેમની મોટરસાયકલ રજી.નં.MH-04-HH-6408 પર સવાર થઈને આગળ જઈ રહ્યા હતા. અને તેઓની આગળ સાથેના બીજા આઠ મિત્રો પોત-પોતાની મોટરસાયકલ ઉપર સવાર થઈ સાપુતારા તરફ જતા હતા.ત્યારે માલેગાવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં ઉપરના વળાંકમાં આવતા સાપુતારા તરફથી એક ટેમ્પો રજી. નં.MH-41-BF-9090નાં ચાલકે પોતાનો ટેમ્પો પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામેથી મોટરસાયકલ સવાર થઈ આવી રહેલ અબ્દુલ હફીઝ મુર્તઝા અને સાજીદ અનવર અંસારીને અડફેટમાં લેતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં મોટરસાયકલ પર સવાર બે ઇસમોને ઈજા પોહચતા તેઓને તાત્કાલિક ધોરણે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતને લઈને સાપુતારા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે બીજા બનાવમાં સુબીરના શિંગાણા ખાતે મોટરસાયકલ ચાલકે મોટરસાયકલને રોડ નીચે ઉતારી દેતા અકસ્માત સર્જાયો હતો.સુબીર તાલુકાના લવચાલી ગામ ખાતે રહેતા આશિષભાઇ ભાવલુભાઈ ગાંગુર્ડે પોતાની કબ્જાની બજાજ પલ્સર મોટરસાયકલ રજી.નં.GJ-26-D-4448 પર સવાર થઈને શિંગાણા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે પોતાના કબજાની મોટરસાયકલ પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલ રોડની જમણી સાઈડે વળાંકમાં ઉતારી દેતાં અક્સ્માત સર્જાયો હતો.આ અક્સ્માતમાં આશિષભાઇ ભાવલુભાઈ ગાંગુર્ડે ને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.તેમજ મોટર સાયકલ ને નુકશાન થયુ હતુ.ત્યારે અક્સ્માત ને લઈને સુબીર પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..