GUJARATNARMADATILAKWADA

ઉચાદ ગામની સિમ વિસ્તારમાં પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી માથામાં કુહાડી ના ઘા જીકી પતિએ પત્ની ને ઉતાર્યો મોતને ઘાટ

ફરાર થયેલા આરોપી ને ગણતરીના કલાકો ઝડપી પાડતી તિલકવાડા પોલીસ

ઉચાદ ગામની સિમ વિસ્તારમાં પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી માથામાં કુહાડી ના ઘા જીકી પતિએ પત્ની ને ઉતાર્યો મોતને ઘાટ

વસિમ મેમણ તિલકવાડા

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ઉચાદ ગામે રહેતા આ કામના આરોપી પોતાની પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાનો ખોટો વહેમ રાખી પત્નીને માથા ઉપર કુહાડીના ઉપરા છાપરી ઘા જી કી સ્થળ ઉપર પત્ની ને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે ત્યારે ઘટના ને અંજામ આપી આરોપી પતિ સ્થળ પર થી ફરાર થયો હતો ત્યારે તિલકવાડા પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી ઘણતરી ના કલાકો માં આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ઉંચાદ ગામે રહેતા આ કામના આરોપી મહેશભાઈ છગનભાઈ ભીલ તેની 40 વર્ષીય પત્ની સુશીલાબેન ભીલ ઉપર અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાનો શક વહેમ રાખતો હોઈ અને ગત રોજ સુશીલાબેન ભીલ ઉચાદ ગામ ની સિમ વિસ્તારમાં ગયા હતા ત્યાં આરોપી મહેસ ભીલ આવી સુશીલાબેન ને કહેલ કે તું ભાયડા કરે છે અને બીજા લોકો સાથે તારા આડા સંબંધ છે તેમ કહી સુશીલાબેનને માથા ઉપર કુહાડી ના ઘા મારી ઘટના સ્થળ પર જ મોત ને ઘાટ ઉતારી ભાગી નીકળ્યો હતો ત્યારે સાંજ સુધી પણ સુશીલાબેન ઘરે નહિ આવતા તેમના પરિજનો તપાસ કરતા ઉચાદ ગામની સિમ વિસ્તારમાં થિ મહિલા મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસ સબ ઇન્સપેક્ટર જે એમ લટા અન્ય પોલીસ કર્મીઓ સાથે તત્કાલ ઘટન સ્થળ પર પહોંચી મૃતદેહ ને પોસ્ટ મોટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આરોપી ને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પોલીસ સ્ટાફ ના માણસો ને બાતમી મળેલ કે આરોપી મહેશ ભીલ ઉચાદ ગામની સિમ વિસ્તારમાં છે જે બાતમી ના આધારે પોલીસ સ્ટાફના માણસોએ ઉચાદ ગામની સિમ વિસ્તાર માં વોચ રાખી તપાસ કરતા આરોપી મહેશ ભીલ ઝડપાઇ આવતા તિલકવાડા પોલીસે આરોપી ને ઝડપી પાડી તિલકવાડા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!