BANASKANTHAGUJARATPALANPUR

થરામાં શ્રી બહુચર માતાજી મંદિરે પ્રાચીન પરંપરા મુજબ ભવાઈ વેશ ભજવાયો

24 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ભારતીય સંસ્કૃતિમાં માનવમૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા “જીઓ અને જીવવા દો”ની ભાવના સાથે આરોગ્ય- મનોરંજન – કોમી- એકતાના ગુણો અનેસંસ્કારોનો સંચાર કરે છે. મૃતાત્માને તર્પણ વિધિના શ્રાદ્ધ પર્વ પૂર્ણ થતાં જ માં શક્તિનું પર્વ નવલા નોરતાનો પ્રારંભ થાય છે. નવરાત્રિ એટલે શકિત-ભકિત- આરાધનાનુ પર્વ આજે કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી ગરબાને ભવાઈ વેશ થકી મા શક્તિ ના ગુણ ગાન ગાય છે.તેવા કાંકરેજ તાલુકાનાવહેપારી મથક થરા નગરમાં જુનાગામ તળમાં બિરાજમાન અતિ પ્રાચીન રાજ રાજેશ્વરીશ્રી બહુચર માતાજી મંદિરના ચાચર ચોકમાં આજરોજ સંવત ૨૦૭૯ ના આસોસુદ-૮ ને રવિવારની રાત્રે નર-નારી, યુવક-યુવતીઓ ચાચર ચોક ની મર્યાદામાં પહેરવેશ સાથે ગરબી- ગરબા રમે છે.માઈ મંડળ ના ભાવિક ભક્તો ભવાઈ વેશ ભજવીને મનોરંજન સાથે લોકોને ધાર્મિક ઉપદેશ આપે છે.ચાચરચોકના ભવાઈવેશ કલાકારોની આસોસુદ-૮ ની ભવાઈ જોવા થરા નગરથી ધંધા- રોજગાર અર્થે બહારગામ ગયેલા લોકો પરિવાર સાથે માદરે વતન આવી કુળદેવી માની પલ્લી ભરી આઠમ ની “અભિમન્યુ ચક્રાવો”ભવાઈ વેશ જોવા અવશ્ય આવે છે. કલાકારો ની કલાના કામણના વાહવાહ કરે છે.ભવાઈ વેશના કલાકારોમાં આશુતોષભાઈ જોષી,જોઈતાભાઈ એમ. પ્રજાપતિ,હરેશભાઈ પ્રજાપતિ (શિક્ષક),બચુભાઈ એમ.નાઈ, મુકેશભાઈ રાઠોડ,ભરતભાઈ એમ.જોષી,પીન્ટુભાઈ નાઈ (અભિમન્યુ),ભરતભાઈ બી.પ્રજાપતિ,લાલાભાઈ દરજી સહિત અનેક માઈ ભક્તો ભવાઈ વેશના અદભુત પાત્રો ભજવીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે.લોક સાહિત્યકાર દિપક જોષીનો માત્ર ૭ વર્ષનો પુત્ર દત્ત દીપકભાઈ જોષીની તલવાર બાજી અને વીર રસના છપ્પા એ લોકોના દિલ જીતી લીધા હતા.થરા સ્ટેટમાજી રાજવી પરિવાર દરબાર ગઢ,નગર પાલિકાના પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ સી. વાઘેલા,માઈ મંડળના પ્રમુખ નિરંજનભાઈ સોની,પુજારી સોમભારથી ડી.ગૌસ્વામી, ગોવિંદભાઈ એ.પ્રજાપતિ, અલ્પેશભાઈ આર.પ્રજાપતિ, પ્રવીણભાઈ જોષી,હરીભાઈસોની,દિપકભાઈ એન.જોષી (સાહિત્યકાર),પરેશભાઈ પટેલ, સહિત માતાજીના અનેક ભક્તોનો અનોખો સહયોગ રહે છે.આ માહિતી આપતાં નટવરકે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!