NATIONAL

સ્કૂલમાં શિક્ષિકા વર્ગખંડની અંદર જ હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ બાળકને મારવા માટે પ્રોત્સાહિત કરી રહી હોવાનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ

બુલડોઝરબાજી અને બુલડોઝર રાજ માટે જાણીતા ઉત્તર પ્રદેશમાંથી હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. ત્યાંની એક સ્કૂલમાં શિક્ષિકા વર્ગખંડની અંદર જ હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ બાળકને મારવા માટે પ્રોત્સાહિત કરી રહી હોવાનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે.

આ વીડિયો મુઝફ્ફર નગરના મન્સુરપુરના ખુબ્બાપુરની નેહા પબ્લિક સ્કૂલનો હોવાનું અને વીડિયોમાં દેખાતી શિક્ષિકા ત્રિપતા ત્યાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. વર્ગખંડના એ વીડિયોમાં શિક્ષિકા હિન્દુ વિદ્યાર્થીઓને મુસ્લિમ બાળકને મારવા માટે પ્રોત્સાહિત કરતી દેખાય છે. વીડિયોમાં એ બોલે છે કે ‘મેં જાહેર કર્યું છે કે જેટલા પણ મુસ્લિમ બાળકો છે… તેમને મારો’ – આ વીડિયોમાં તે કોઈ વ્યક્તિ સાથે વાત-ચીતમાં વ્યસ્ત છે અને તે વ્યક્તિને સમજાવી રહી છે કે તે ત્યાં શું કરી રહી છે. મુઝફ્ફર નગર પોલીસના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘મન્સુરપુરના એસએચઓના ઘટનાની તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપી દેવાયા છે.

વીડિયોમાં દેખાય છે કે એક બાળકને ક્લાસમાં સામે ઊભો રાખવામાં આવ્યો હોય છે. એક બાળક આવીને તેને જોરથી થપ્પડ લગાવે છે. શિક્ષિકા બોલે છે – ‘અય ક્યા તુમ માર રહે હો ઉસકે… જોર સે મારો… ચલો ઔર કિસકા નંબર હૈ?’ – ત્યારબાદ બીજો એક બાળક ઊઠીને ઊભેલા બાળકને મારે છે અને બાળક વધુ રડે છે. એના પછી જેનો વારો હોય છે એ બાળકને શિક્ષિકા પાછળના ભાગે મારવાનું જણાવે છે અને બાળક શિક્ષિકાના હુકમનું પાલન કરે છે.

જાણવા મળતી વિગતો અનુસાર શિક્ષિકાએ પોલીસ સમક્ષ માફી માગી લીધી છે. ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ કહ્યું છે કે તે પોતાના બાળકને હવે સ્કૂલે નહીં મોકલે. તેઓ શિક્ષિકા વિરુધ્ધ ફરિયાદ નોંધાવવા ન માગતા હોવાનું પોલીસને લેખિતમાં આપી દીધુ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!