GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર માં તસ્કરોને મોકળું મેદાન નગર ના એક જ વિસ્તારના બે બંધ મકાનો માં લાખો ની ચોરી

તારીખ ૧૭/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પોલીસના સઘન પેટ્રોલિંગ મધ્યે કાલોલ નગરમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીઓનું પ્રમાણ વધી રહ્યું છે. તસ્કરો બિન્ધાસ્ત પણે લક્ષ્યાંકો સિદ્ધ કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ એકસાથે બે ઘરોમાં સફળ ચોરીને અંજામ આપીને સ્થાનિક પોલીસ સામે રીતસરનો પડકાર ફેક્યો છે. અવિરત બનતા ઘરફોડ ચોરીના બનાવોને લઈ નગરજનોમાં ભયનું સામ્રાજ્ય ફેલાયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત તારીખ ૧૦ના રોજ કાલોલ કોલેજ પાછળ આવેલ કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ સોલંકીના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળુ તોડી તિજોરીમાં મુકેલ રૂ.૧૬૩૦૦૦ના સોના ચાંદીના ઘરેણાં તથા તિજોરીના ડ્રોવર માં મુકેલ રૂ.૫૦,૦૦૦/ રોકડ સમેત કુલ રૂ.૨,૧૩૦૦૦/ તેમજ આ ઘરની પાછળના ભાગે આવેલ રણવીરસિંહ અભેસિંહ વાઘેલાના ઘરનું પાછલું બારણું તોડી આ ઘરમાંથી રૂ.૨૫૦૦/ના મૂલ્યના ચાંદીના ઘરેણાં અને રૂ.૭૦૦૦/ રોકડા મળી કુલ રૂ. ૯૫૦૦ સાથે બંને ઘરોમાંથી રૂ. ૨,૨૩૦૦૦/ ના ઘરેણાં તથા રોકડ રકમ ચોરી જઈ ઘરફોડ ચોરીઓની સફળ અંજામ આપ્યો હતો. જે તે સમયે બંને મકાનના માલિકો ઘરમાં હાજર ન હતા જે બાદ પોતાના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેઓની ફરિયાદ હકીકત ના આધારે સ્થાનિક પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ઘરફોડ ચોરીઓની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાય સમયથી કાલોલ નગર નિશાચરો માટે તસ્કરીનું મેદાન મોકળું બન્યું હોય રાત્રી સમયે વધુ પોલીસ કુમક સાથે પેટ્રોલિંગ વધુ ને વધુ અસરકારક બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!