DAHOD

સાસરીવાળને સંમત કરી નાનું બાળક માતાને અપાવતી અભયમ ટીમ દાહોદ

તા.29.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સાસરીવાળને સંમત કરી નાનું બાળક માતાને અપાવતી અભયમ ટીમ દાહોદ

આજ રોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નજીકનાં વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર પીડીતાએ કોલ કરીને જણાવેલા કે તેમનાં સાસરી વાળાએ તેમનું 2 વર્ષનું બાળક લઈ લીધું છે તેમને સમજાવવા 181 ની વાનની મદદ માંગી

દાહોદ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતા સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે

તેઓ તેમનાં પતિ સાથે મજૂરી માટે અમદાવાદ રહેતા હતા.જ્યાં પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતા જેથી તેઓ બાળક લઈને દાહોદ મુકામે તેમનાં પિયરમાં આવતાં રહ્યા હતા.તેજ દિવસે તેમનાં સાસરીમાં થી તેમનાં જેઠ જેઠાની જેઓ દાહોદછૂટક મજૂરી કરતા હતા જે તેમનાં પિયરમાં આવ્યા અને પીડિતા સાથે વાતચીત કરી બાળકને એક દિવસ માટે સાથે રમાડવા માટે લઈ જવા જણાવેલ . સાસરી પક્ષ માં ઝગડો ન હોવાથી તેમને બાળકને તેમનાં જેઠ જેઠાણી ને રમાડવા માટે આપેલ.બીજા દિવસે તેમનાં જેઠ જેઠાણી બાળકને પરત આપવા નાં આવતાં પીડીતાએ તેમને કોલ કરી જાણ કરેલ તો તેમનાં સાસરી પક્ષ વાળાએ બાળક આપવાની નાં પાડી દીધી. જેથી પોતાના બાળકને આ રીતે છેતરપિંડી કરી બાળકને રમાડવા નાં ઈરાદા થી લઇ ગઈ આપવાની નાં પાડી દેતાં 181 પર કોલ કરી મદદ માંગી . સ્થળ પર પહોંચ્યા જ્યાં તેમનાં સાસુ પાસે બાળક હતું તેમનાં જેઠ જેઠાણી ઘરે હાજર ન હતાં જેથી પીડિતાની સાસુનું કાઉન્સિલીંગ કરી તેમને કાયદાકીય માહિતી આપી.અને બાળક નાનું હોવાથી તેની માતા પાસે રહે આ રીતે બાળકને તેમનાં પાસે નાં રાખી શકે તેમ સમજાવતા તેમનાં સાસુને તેમની ભુલ સમજાઈ અને બાળકને તેમની વહુને સોંપ્યું. પોતાનું બાળક પરત મળતાં પીડિતાનાં ચહેરા પર આનંદની લાગણી વ્યક્ત થઈ અને 181 ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!