નર્મદા જિલ્લા ડે. કલેક્ટર દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત
રાજપીપલા : જુનેદ ખત્રી
એસ્પિરેશનલ નર્મદાજિલ્લામાં આધુનિક સાધનોનોથી સજ્જ જનરલ હોસ્પિટલ, રાજપીપલા નાંદોદ તાલુકામાં જી.ઇ.એમ.આર.એસ, મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ આવેલી છે. જેમાં જિલ્લાનાં પાંચ તાલુકામાંથી ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ તમામ જરુરિયાતમંદ આરોગ્ય સેવા લેવા માટે રોજ-રોજ આપતા હોય છે. આદિવાસી સમાજ માટે આશિર્વાદરુપ છે.મોટી બિમારી, મેજર ઓપરેશન માટે વડોદરા કે ખાનગી હોસ્પિટલમાં પહેલા દાખલ થવું પડતું હતું. સિવિલ હોસ્પિટલ જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતીની બેઠક સમયાંતરે મળતી હોય છે. રોગી કલ્યાણ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ બોર્ડ અને હયાત સુવિધા અંગે તેમ જ ખૂટતી કડી અંગે હોસ્પિટલ દ્વારા ત્વરિત પગલા લેવા અને દર્દીઓને સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પંખા, પાણી અને ભોજન અંગેની પણ સમીક્ષા કરી. કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવેલા રોજમદાર સ્વીપર અને કર્મચારીઓની હાજરી પત્રક અને ડ્યુટીની ચકાસણી કરાઈ, ડોક્ટર,સ્ટાફ નર્સ ફરજ પર હાજર છે કે નથી તેનિ પણ તપાસ કરી હતી અને દવાના સ્ટોર, બ્લડ સેન્ટર વગેરેની ઝીણવટભરી તપાસ કરાઈ. નર્મદા જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જ્યાં સાગબારા-દેડિયાપાડા-નાંદોદ-તિલકવાડા-ગરુડેશ્વરનાં દર્દીઓ અહિં સારવાર અર્થે આવતાં હોય છે.રોડ-રસ્તા પર અકસ્માત કે દિલેવરી સમયે ૧૦૮ એમ્બુલેન્સ દર્દીને આ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં દર્દીઓ હોય એટલે સારવાર માટે યોગ્ય સાધનો, સર્જરીનાં સાધનો, એક્સ- રે મશીન, પાયાની સુવિધા, ટૉઇલેટની સ્વચ્છતા,ટી.બી.નાં દર્દીને નાસ્તો, ભોજન અંગે દર્દીઓ સાથે પ્રુચ્છા કરી હતી. આકસ્મિક વિઝીટમાં વિધુબેન ખૈતાન ડીસી-૧ ડેપ્યુટી કલેક્ટર, રોગી કલ્યાણ સમિતિના સભ્યો સર્વ શ્રી વિરાજબા જાડેજા, ભારતીબેન તડવી સભ્ય, જયેશભાઈ દેસાઈ સભ્યઓ દ્વારા કેટલાક રચનાત્મક સૂચોનો કર્યા હતાં અને દર્દીઓ સાથે અંગેની માહિતી મેળવી હતી.સીધો સંવાદ કરીને આરોગ્ય, સિવિલ હોસ્પિટલ ડૉ. નયનભાઈ કોઈટીયા તેમજ માહિતી નાયબ નિયામકશ્રીની હાજરીમાં સઘન ચેકીંગ કરાયું હતું.
આ આકસ્મિક વિઝિટનો મુખ્ય હેતુ અહિ આવતા દર્દીઓને ઝડપી-સરળ અને સુવિધાયુકત સારવાર મળે અને દુ:ખ દર્દની ઘડીમાં તમને સહજ રીતે આરોગ્ય સેવાનો પુરતો ગુણવતાયુકત લાભ મળે અને ગરીબ દર્દીને આર્થિક રીતે મદદરુપ થવાનો હેતુ છે.