- વાત્સલ્યમ સમાચાર
- મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં ન્યુ શોપિંગ સેન્ટરમાં તસ્કરોએ દુકાનનું તાળુ તોડી આશરે 40 હજાર રૂપિયાની રોકડ રકમની ચોરીની ઘટનાને અંજામ આપતા ન્યુ શોપિંગ સેન્ટરમાં ભયનો માહોલ સર્જાયો છે..
- મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલ ન્યુ શોપિંગ સેન્ટરમાં લક્ષ્મી ડ્રાયફ્રૂટ નામની દુકાનમાં ગત રોજ મળસ્કે 3 વાગ્યાનાં અરસામાં અજાણ્યા ચોરટાઓ દ્વારા દુકાનનાં શટરનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં મુકવામાં આવેલ 40 હજાર અને ગલ્લામાં મુકેલ 1 હજાર એમ કુલ 41 હજાર રૂપિયાની ચોરીને અંજામ આપી નાસી છૂટ્યા હતા.જોકે આસપાસનાં દુકાનોના સીસીટીવી કેમેરાનાં ફૂટેજમાં ચોરટાઓની ગતિવિધિ કેદ થતા સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ અને પી.એસ.આઈ.ડી.પી.ચુડાસમાની ટીમે આ ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં સાપુતારા પોલીસ વિભાગની ટીમે સીસીટીવી ફૂટેજનાં આધારે પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે..