BANASKANTHAPALANPUR

વડગામ ના મગરવાડા ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ ખાતે 108 ઈમરજન્સી સેવા ની જાણકારી આપવામાં આવી

15 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ ના મગરવાડા ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ ખાતે 108
ઈમરજન્સી સેવા ની જાણકારી આપવામાં આવી.ગુજરાત સરકાર દ્વારા ૧૦૮ સેવાની શરૂઆત ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાનાં શહેરો, તાલુકા અને છેવાડાનાં ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સેવા ચોવીસ કલાક વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે. વડગામ તાલુકાના મગરવાડા
ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ ખાતે બુધવારે ગાદીપતિ યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં વડગામ 108 ઈમરજન્સી સેવા ના સ્ટાફ દ્વારા વિધાર્થીઓ ને 108, એમ્બ્યુલન્સ મારફતે થતી આરોગ્ય લક્ષી કામગીરી, પ્રાથમિક સારવાર ની જાણકારી આપવામાં આવી હતી.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!