MORBIMORBI CITY / TALUKO

જુલતાપુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ ની ધરપકડ બાદ 1000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતી પોલીસ

જુલતાપુલ દુર્ઘટનામાં જયસુખ પટેલ ની ધરપકડ બાદ 1000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતી પોલીસ


મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઇતિહાસિક મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 વ્યક્તિઓના મૃત્યુ ની ઘટના થી સમગ્ર મોરબી સહિત રાજ્ય મોટાભાગના લોકો પરિચિત છે તેવી મોરબીની દુઃખદ ઘટના ઝુલતાપુલ મા 135 ના મૃત્યુ અને અન્ય વ્યક્તિઓ ઈજાગસ્ત થયેલા હતા જે અંગે પોલીસે વીધી વાર નવ વ્યક્તિઓની અટક કરી હતી જે અંગેની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત એવી છે કે મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝુલતો પુલ ધરાશઇ થતા ૧૩૫ લોકોના મૃત્યુ થા ઘણી મોટી સંખ્યામાં લોકોને ઇજાઓ થયેલ. જે દુઃખદ ઘટના અનુસંધાને દાખલ થયેલ ગુનાના કામે ઓરેવા કંપનીના મેનેજીંગ ડાયરેકટર જયસુખભાઇ પટેલ વિરૂધ્ધ પુરવણી ચાર્જશીટ કરતી મોરબી પોલીસ ગઇ તા.૩૦/૧૦/૨૦૨૨ ના રોજ મોરબી મચ્છુ નદી ઉપર આવેલ ઝુલતો પુલ ધરાશઇ થતો. કુલ- ૧૩૫ વ્યકિતઓના મૃત્યુ થયેલ અને ધણા બધા વ્યકિતીઓને ઇજાઓ થયેલ હતી. જે બનાવ અનુસંધાને મોરબી સીટી બી ડિવીઝન પો.સ્ટે, એ-પાર્ટ ગુ-૨-ન- ૨૦૦૩/૨૦૨૨ ઇ-પી.કો. ૩૦૪-૩૩૮-૧૧૪ મુજબ ગુનો દાખલ કરેલ અને આ ગુનાના કામે અગાઉ કુલ- ૦૯ આરોપીઓને અટક કરી તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ. આ ગુનાના નાશતા-ફરતા આરોપી જયસુખભાઇ ઓધવજીભાઇ પટેલ તા-૩૧/૦૧/૨૦૨૩ના રોજ નામદાર કોર્ટમાં સરન્ડર થતા નામદાર કોર્ટે જેલ હવાલે કરતા મોરબી સબ જેલ ખાતેથી આરોપી યસુખભાઇ પટેલનો કબજો મેળવી તા- ૩૧/૦૧/૨૦૨૩ના રોજ ગુનાના કામે અટક કરી રિમાન્ડ મેળવી જરૂરી તપાસ કરવામાં આવેલ છે.

આ કામે આરોપી જયસુખભાઇ ઓધવજીભાઇ પટેલ વિરૂધ્ધ તપાસના અંતે પુરવણી ચાર્જશીટ નંબર- ૩૦-૧-૨૦૧૩થી કરી તા- ૦૯/૦૩/૨૦૨૩ના રોજ નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ છે. જેના ફોજદારી કેસ નંબર-૧૯૩૨) ૨૦૨૩ તા- ૦૯/૦૩/૨૦૨૩ છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!