GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- અમદાવાદના બાપુ નગરના ગુમ થયેલા પાંચ સગીરો યાત્રાધામ પાવાગઢથી મળી આવતા પરિવારજનોમાં હાશકારો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩૧.૮.૨૦૨૩

અમદાવાદના બાપુનગરમાં આવેલી હરદાસ નગરની ચાલીમાં રહેતા અને અઠવાડિયા પહેલા ઘરે થી અલગ અલગ કારણ આપી નીકળેલા અને રહસ્યમય સંજોગોમાં લાપતા બનેલા પાંચ સગીર બાળકો આજે બપોર બાદ યાત્રાધમ પાવાગઢ થી મળી આવ્યા છે. પાવાગઢ પોલીસે પાંચે સગીરો ને બેસાડી પૂછપરછ કરતા આ બાળકો અમદાવાદ ના હોવાનું અને એક અઠવાડિયા પહેલા ઘરેથી નીકળી ગયા હોવાની હકીકતો સામે આવી હતી.અઠવાડિયા થી બાળકો ક્યા હતા, અને તેઓ અહીં શું કરતા હતા તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા પાંચ સગીર બાળકો એક અઠવાડિયા પહેલા ઘરેથી એક એક જોડ કપડા લઈને નીકળ્યા હતા. આ તમામ બાળકો રહસ્યમય સંજોગોમાં ગુમ થતા બાપુનગર પોલીસ સ્ટેશનમાંથી તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.આ પાંચે સગીર બાળકો મિત્રો હતા,અને ઘરેથી અલગ અલગ કારણ આપીને નીકળ્યા હોવાથી તમામ બાળકો એક સાથે હોવાની સંભાવનાઓ ને આધારે પોલીસે ઠેર ઠેર તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન કેટલાક સીસીટીવી ફૂટેજોના આધારે આ તમામ બાળકો છેલ્લા વડોદરા સુધી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ તમામ સગીરો છેલ્લા ત્રણ દિવસથી પાવાગઢમાં ફરી રહ્યા હતા અને રાત્રી દરમિયાન એસટી ડેપો ની સામે આવેલા કિલ્લાની બાજુના બગીચામાં સૂઈ રહેતા હોવાની શંકાસ્પદ હિલચાલ ને કારણે કોઈ અજાણ્યા પાંચ બાળકો પોલીસને આ પાંચ સગીરો પાવાગઢમાં ફરી રહ્યા હોવાની જાણ થઈ હતી. પાવાગઢ પોલીસ પણ ત્રણ દિવસ થી બાપુનગરના રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા પાંચ સગીર બાળકો જો પાવાગઢ વિસ્તારમાં હોય તો કોઈ અજાણ્યા અકસ્માતનો ભોગ ન બને તે માટે અલગ અલગ ટીમો બનાવી તેમની શોધખોળ કરી રહ્યા હતા.પોલીસને અજાણ્યા પાંચ બાળકો અંગેની લીડ મળતા આ તમામે તમામ બાળકોને પોલીસે પકડીને પૂછપરછ કરતા આ તમામ બાળકો બાપુનગરના હોવાનું અને અઠવાડિયા પહેલા રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા પાંચ બાળકો જ હોવાનું જાણવા મળ્યું હતું. પાવાગઢ પોલીસે તમામ બાળકોને નાસ્તો ભોજન કરાવી તેઓ કેટલા દિવસથી પાવાગઢમાં હતા. અમદાવાદથી કેવી રીતે આવ્યા હતા, અહીં ક્યાં ક્યાં ફર્યા તે અંગેની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!