ARAVALLIGUJARATMODASA

મોડાસા તાલુકાના આનંદપૂરા કંપા ખાતે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત સ્વછોત્સવ ઝુંબેશનો શુભારંભ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા તાલુકાના આનંદપૂરા કંપા ખાતે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત સ્વછોત્સવ ઝુંબેશનો શુભારંભ

 

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપૂરા કંપા ખાતે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અંતર્ગત સ્વછોત્સવ ઝુંબેશનો શુભારંભ કાર્યક્રમ યોજાયો. અન્ન અને નાગરીક પૂરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આજના કાર્યક્રમમાં

લોકોને સ્વચ્છતા જગાવવા પ્રેરિત કરવામાં આવ્યા. આજના કાર્યક્રમમાં સ્વચ્છતા શપથ, વૃઝારોપણ, CTU ની સફાઈ માટે શ્રમદાન તેમજ ઘન કચરા વ્યવસ્થાપન હેઠળ ડોર ટૂ ડોર કચરાના કલેક્શન માટે કુલ ૧૫ અલગ અલગ ગ્રામ પંચાયતોને બેટરી સંચાલિત વાહનોનું વિતરણ કરવામાં આવ્યું.આજના પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમારએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિવસની શુભકામના પાઠવી તેમના આરોગ્યનું જીવનની પ્રાર્થના કરી. મંત્રી એ લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ પખવાડિયાને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્વચ્છતા એ બહુ ગહન વિષય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસે સ્વચ્છતા દિવસ તરીકે ઉજવાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ દેશના લોકોને આપેલા વિવિધ વિચારોને નાગરિકોએ હર્ષભેર ઉપાડી લીધા છે. તેમના જ એક વિચાર રૂપે આ સેવા પખવાડિયા અને સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. શહેરના પરિપેક્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. મહદ અંશે તેમાં સફળતા પણ મળી છે. લોકો અને વહીવટીતંત્રના સંયુક્ત મહેનતે આપણે સ્વચ્છતા મેળવવામાં સફળ થઈશું .આજના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુચારા, મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ, મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!