AHAVADANG

ડાંગ: સાપુતારાની ગરિમાને બરકરાર રાખવા સહિત સ્થાનિક પ્રશ્નોનાં નિકાલ બાબતની સમિતિની બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ગિરિમથક સાપુતારાની ગરિમાને બરકરાર રાખવા માટે સ્થાનિક તંત્રને પાયાકિય સુવિધાઓના વિકાસમાં, પરસ્પર સંકલન અને સહયોગ સાથે પ્રશ્ન નિકાલની દિશામાં કાર્ય કરવાની હિમાયત,ડાંગ કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ કરી છે.સાપુતારા સ્થિત હોટલ તોરણના કોન્ફરન્સમાં યોજાયેલી સ્થાનિક પ્રશ્નોનાં નિકાલ બાબતની સમિતિની બેઠકને સંબોધતા કલેક્ટરશ્રીએ, હોટલ ઓનર્સ એસોશિએસનના પ્રતિનિધિ સહિત સ્થાનિક સમિતિ સભ્યો, અને સંબંધિત વિભાગના અધિકારીઓની સંયુક્ત મુલાકાત સાથે, પાયાકિય જરૂરિયાતના પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવાની પણ સૂચના આપી હતી.બેઠકમાં ઉપસ્થિત રહેલા ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે ગિરિમથકની ગરિમા જળવાઈ રહે તેવા સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, સ્થાનિક પ્રશ્નોનાં નિવારણમાં સૌને સત્વરે કાર્યવાહી હાથ ધરવાની અપીલ કરી હતી.

શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા સામાજિક કાર્યકર શ્રી રમેશભાઈ ગાંગુર્ડેએ પર્યટકોની સુરક્ષા સાથે જાહેર માર્ગો ઉપર સહેલાણીઓ સહુલિયતથી હરીફરી શકે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી. રહેણાકના પ્લોટ ધારક તરીકે ઉપસ્થિત રહેલા શ્રીમતી રમીલાબેન પુરોહિતે સ્થાનિક પ્રશ્નોનાં નિરાકરણ માટેની બેઠકોની નિયમિતતા તથા ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા બાબતે વધુ જાગૃતિ દાખવવાની અપીલ કરી હતી.

હોટલ ઓનર્સ એસોશિએસનના પ્રમુખ શ્રી ભૂપેન્દ્ર્ભાઇ પટેલ તથા સેક્રેટરી શ્રી તુકારામભાઈ કરડીલેએ, સાપુતારાના સ્થાનિક પ્રશ્નોનાં નિરાકરણ સહિત પાયાકિય જરૂરિયાતના કામોમાં હોટલ એસોશિએસન સદૈવ પ્રશાસનની સાથે છે તેમ જણાવ્યુ હતું.

બેઠકની કાર્યવાહી સંભાળતા નોટિફાઇડ એરિયા કચેરીના ચીફ ઓફિસર-વ-નાયબ કલેક્ટર શ્રી રાજેન્દ્રસિંહજી ચૌહાણે મુદ્દાવાર પ્રશ્નોની સમિક્ષા હાથ ધરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ એ પ્રશ્નોના નિરાકરણ માટે સેમય મર્યાદા નક્કી કરીને સત્વરે કાર્યવાહી પૂર્ણ કરવાની હિમાયત કરી હતી.

બેઠકમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને સ્પર્શતા પ્રશ્નો સહિત વીજ કંપનીના પ્રશ્નો, માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઇ વે ઓથોરિટી, પોલીસ તંત્ર ઉપરાંત સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માતોની ઘટના, ગિરિમથકની ગ્રીનરી માટે વધુ વૃક્ષોનું વાવેતર, બાગ બગીચાઓની જાળવણી, રાજ્ય તથા નેશનલ હાઇ વે ના માર્ગો સહિત આંતરિક રસ્તાઓની મરામત, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી, ઉપરાંત સ્વછતા જેવા મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!