JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જળ હોનારત અને બિલ્ડિંગ ધરાશાયી થયાની દુર્ઘટનામાં મૃતકો પ્રત્યે મોરારી બાપુએ સંવેદના વ્યક્ત કરી

અકસ્માતે આ દુર્ઘટનામાં ભોગ બનનારના પરિવારોને આર્થિક સહાય આપી સાંત્વના પાઠવી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : તાજેતરમાં ભારે વરસાદના પગલે જળ હોનારત નો ભોગ કુલ ચાર વ્યક્તિઓ બની હતી તેમજ બિલ્ડીંગ ધરાસાઈ થયાની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સહિત કુલ ચાર ભોગ બન્યા હતા.
આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારજનોને રામાયણની સંત મોરારીબાપુએ આર્થિક સહાય આપી સાંત્વના વ્યકત કરી હતી.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર તાજેતરમાં જૂનાગઢ શહેર વિસ્તારમાં જળ હોનારત તથા બિલ્ડિંગ ધરાશાયનો ભોગ બની જીવ ગુમાવનાર કુલ આઠ વ્યક્તિઓને વ્યક્તિદીઠ ૧૫ હજારની રોકડ સહાય આપી મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી હતી.
તાજેતરમાં બિલ્ડિંગ ધરાસાઈ થયાની ઘટનામાં એક જ પરિવારના ત્રણ જેમાં બિલ્ડિંગ ધરાશાય થવામાં મૃત્યુ પામનાર એક જ પરિવારના સંજયભાઈ સતીષભાઈ ડાભી, તરુણ સંજયભાઈ ડાભી, દક્ષ સંજયભાઈ ડાભી સહિત એકજ ત્રણ સભ્યોના મૃત્યુ થયા હતા. જેનું સંજયભાઈના પત્ની મયુરીબેનને લાગી આવતાં તેમણે પણ આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું, આમ એક જ પરિવારનાં ચાર સભ્યોના મૃત્યુ થયા હતા.
ત્યારે સંજયભાઈના વારસદાર જીતુભાઈ ડાભીને ૬૦ હજારની સહાય કરી હતી. તેમજ આજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અન્ય એક વ્યક્તિ સુભાષભાઈ લક્ષ્મીદાસ તન્ના જેનાં વારસદાર
મીના બેનને રોકડ ૧૫ હજાર સહાય કરેલ.
તેમજ તાજેતરની જળ હોનારત દરમિયાન પાણીમાં તણાઈને મૃત્યુ પામનાર આરતીબેન હરસુખભાઈ ડાભી, દીપચંદાબેન ચંદુભાઈ ધાંધલ, સુરેશભાઈ ખીમજીભાઈ વાલોદરા, સહીત ત્રણેય મૃતકોના વારસદારો હરસુખભાઈ ડાભી, ચંદુભાઈ ધાંધલ, નરેશ સુરેશભાઈ વાલોદરાને આમ ઉપરોકત તમામ દુર્ઘટનાનો ભોગ બનનારના વારસદારોને રામાયણી સંત મોરારી બાપુના પ્રતિનિધિ જૂનાગઢ મીનરાજ શૈક્ષણિક સંકુલના સ્થાપક દાદુભાઈ કનારા મારફત શોક સંદેશ પાઠવી સાંત્વના આપી તમામ મૃતકોના વારસદારોને કુલ રૂ.૧,૨૦,૦૦૦ ની રોકડ સહાય આપી સંવેદના વ્યક્ત કરી હતી.
આ સમગ્ર બાબતે સામાજિક કાર્યકર્તા ભરતભાઈ બોરીચા દ્વારા અતિવૃષ્ટિના લીધે ભોગ બનેલ પરિવારોને સોધવા સહિત તેમના સુધી સંવેદના રૂપ આર્થિક સહાય પહોંચાડવા સુધીની જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!