ARAVALLIGUJARATMODASA

ચીનમાં રહસ્યમય બીમારીને લઇ જીલ્લા આરોગ્ય તંત્ર સજ્જ હોવાનો હુંકાર,ઓક્સીજન,વેન્ટિલેટર અને બેડની સ્થિતિ જાણો..!!

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ચીનમાં રહસ્યમય બીમારીને લઇ જીલ્લા આરોગ્ય તંત્ર સજ્જ હોવાનો હુંકાર,ઓક્સીજન,વેન્ટિલેટર અને બેડની સ્થિતિ જાણો..!!

કોરોના સંક્રમણમાં અરવલ્લી જીલ્લા આરોગ્યતંત્રની નબળી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો*

*સિવિલ હોસ્પિટલના અભાવે દર્દીઓને સારવાર માટે ભારે રઝળપાટ કરવો પડ્યો હતો*

*ઓક્સિજન,વેન્ટિલેટર બેડ, દવાઓ પૈસા ખર્ચવા છતાં દુર્લભ રહ્યા હતા*

* ચીનમાં રહસ્યમય બીમારીથી અત્યાર સુધી એક પણ મોત નીપજ્યું ન હોવાથી દેશ કે ગુજરાતના નાગરિકો ચિંતા કરવાની જરૂર નથી*

ચીનમાં ન્યુમોનિયા જેવી રહસ્યમય બીમારીએ હાહાકાર મચાવ્યો છે ખાસ કરીને બાળકો અને યુવાઓમાં શરદી,ખાંસી અને તાવ પછી શ્વાસ લેવામાં પડતી તકલીફ જોવા મળતા સમગ્ર વિશ્વ ચોંકી ઉઠ્યું છે કોરોના સંક્રમણના માંડ માંડ છુટકારા પછી વધુ એક ભેદી બીમારીએ આરોગ્ય નિષ્ણાતોને ચોંકાવી દીધા છે કેન્દ્ર અને રાજ્ય સરકારે એડવાઈઝરી જાહેર કરી છે કોરોના સંક્રમણમાં અરવલ્લી જીલ્લામાં સિવિલના અભાવે અનેક લોકોએ સારવારના અભાવે દમ તોડી દીધો હોવાની ચર્ચા ઉઠી હતી ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગરૂપે રાજ્યની સરકારી હોસ્પિટલોને સજ્જ કરવા તાકીદ કરી છે અરવલ્લી જીલ્લામાં સિવિલના અભાવે લોકો ચિંતિત બન્યા છે

રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોમાં જરૂરી બેડ, દવાઓ,ઓક્સિજન,વેન્ટિલેટર અને પીપીઈ કીટ સહિતની સામગ્રી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે ત્યારે અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે CEMO આશિષ ખાંટના જણાવ્યા અનુસાર જીલ્લામાં સાર્વજનિક અને વાત્રક હોસ્પિટલમાં 13 વેન્ટિલેટર બેડની સુવિધા ઉપલબદ્ધ હોવાની સાથે જરૂર પડે તો ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ માટે એમઓયુ કરવામાં આવશે અને ઓક્સિજનના જથ્થા માટે જીલ્લામાં આવેલ 5 ઓક્સિજન પ્લાન્ટ વર્કિંગ કન્ડિશનમાં હોવાની અને ગત રોજ તમામ પ્લાન્ટ પર મોકડ્રિલ કરવામાં આવ્યું છે, 592 બેડ સાથે પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ હોવાથી જીલ્લા વાસીઓના આરોગ્યલક્ષી સેવાઓ માટે આરોગ્ય વિભાગ તૈયારી હોવાનું જણાવ્યું હતું

ચીનમાં વધુ એક રહસ્યમય બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને બાળકો આ રોગની ચપેટમાં આવી રહ્યા છે. તેવામાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. બીજી તરફ ભારત સરકાર પણ આ મામલે અત્યારથી જ સતર્કતા દાખવી રહી છે અને આગમચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી છે. ચીનમાં આ બીમારીથી હજુ સુધી કોઈ મૃત્યું નોંધાયું નથી. ગુજરાત કે ભારતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!