દેડિયાપાડા તાલુકાની સરકારી માધ્યમિક શાળા ડુમખલ ખાતે આંતરરાષ્ટ્રીય ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરા*
તાહિર મેમણ- ડેડીયાપાડા- 26/09/2025 – નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય ફાર્માસિસ્ટ દિવસની ભવ્ય ઉજવણી સરકારી માધ્યમિક શાળા, ડુમખલ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લા ફાર્માસિસ્ટ એસોસિએશનના કાર્યકરો સાથે જિલ્લા તેમજ તાલુકા સ્તરના આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડૉ. ઝંખના વસાવાએ વિદ્યાર્થીઓને આરોગ્ય અને દવાઓ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે અન્ય મહાનુભાવોએ પણ બાળકોને આરોગ્ય અને જીવન મૂલ્યો અંગે મહત્વપૂર્ણ વક્તવ્ય આપ્યા હતા.
ફાર્માસિસ્ટ એસોસિએશન નર્મદા દ્વારા ડુમખલ માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને “એનિમિયા મુક્ત” બનાવવા માટે શાળાને દત્તક લેવાનો મહત્વપૂર્ણ સંકલ્પ લેવામાં આવ્યો હતો. સાથે જ આજુબાજુ વિસ્તારના ગામોના ટી.બી.ના દર્દીઓને જરૂરી પોષણ કિટનું વિતરણ કરાયું હતું. આ દર્દીઓને પણ દત્તક લેવાના સંકલ્પ સાથે સેવા કાર્ય હાથ ધરાયું હતું. શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ પણ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં WHO કન્સલ્ટન્ટ ડૉ. પ્રિયંક ગાંધી, દેડીયાપાડાના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. જીગ્નેશભાઈ વસાવા, મેડિકલ ઓફિસર ડૉ. રવિના હળપતિ, જિલ્લા ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી અમિતભાઈ વ્યાસ, ઉપપ્રમુખ શ્રી શંકરભાઈ વસાવા, મહામંત્રી શ્રી ભાવિનભાઈ વસાવા, સિવિલ હોસ્પિટલ રાજપીપળાના સિનિયર ફાર્માસિસ્ટ શ્રી ભરતભાઈ વસાવા, શાળાના આચાર્ય શ્રી સુરેન્દ્રભાઈ વસાવા, સુશ્રી ડિમ્પલબેન પટેલ સહિત જિલ્લાના તમામ ફાર્માસિસ્ટ કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.