જલારામ જયંતીની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી તથા બગીમાં જલારામ બાપા નગર યાત્રા કરશે કેશોદના જલારામ મંદિર ખાતે આગામી શ્રી જલારામ બાપાની 225 ની જન્મ જયંતી ધામધૂમથી ઉજવવા માટે જલારામ મંદિર નાં પ્રમુખ રમેશભાઇ ની આગેવાની હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કેશોદ ની વિવિધ એન. જી. ઓ. મહિલા મંડળ વગેરે દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જલારામ જયંતિ ની ભવ્યા તી ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે શ્રી જલારામ બાપાની 225 મી જન્મ જયંતી ની પૂર્વ સંધ્યાએ જલારામ મંદિરેથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલું છે તેમજ રાસ ગરબા નો આયોજન કરેલું છે સવારે 9:00 વાગે જલારામ મંદિરેથી વિવિધ ફ્લોટ્સ, ડી જે.નાં તાલ સાથે જલારામ બાપાના ભજન, બગી તેમજ અન્ય વાહનો સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે જે શહેરના રાજમાર્ગોમ પરથી પસાર થશે અને સાંજે જલારામ મંદિરે અન્નકૂટ દર્શન અને મહા આરતી કરવામાં આવશે ત્યાર બાદ રઘુવંશી પરિવરો તેમજ અન્ય જ્ઞાતિના ભક્તો માટે પ્રસાદ રાખવામાં આવેલ છે તેવું ટ્રસ્ટીઓ રમેશભાઈ ડો સ્નેહલ તન્ના દ્વારા જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ