GUJARATHALOLPANCHMAHAL

આસોજ ગામની પ્રાથમિક શાળામાં પોલીકેબ સોસીયલ વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા 3.30 કરોડ ના ખર્ચે બાળકો માટે નવી સ્કૂલ બનાવામાં આવી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૦.૧૦.૨૦૨૩

વડોદરા જિલ્લાના આસોજ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણવા માટે સંપૂર્ણ સુવિધાઓ થી સજ્જ રૂ.3.30 કરોડ ના ખર્ચે પોલીકેબ સોસીયલ વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ માય ડ્રિમ સ્કૂલ નું આજે શુક્રવારના રોજ વડોદરાના સંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના હસ્તે તેમજ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજી વાઘેલા, પોલીકેબ લિમિટેડ કંપનીના ડાઈરેક્ટર રાકેશભાઈ તલાટી, કંપની ના સી.એસ.આર હેડ નીરજભાઈ કુંદનાની, જી સી સમિતિના ચેરમેન જીગ્નેશ વસાવા, નિલેશભાઈ પુરાણી ની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ વાયર બનાવતી પોલીકેબ લિમિટેડ કંપની દ્વારા વખતો વખત સામાજિક પ્રવૃતિઓ કંપનીના પોલીકેબ સોસીયલ વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. તે પ્રવૃતિઓ પૈકી વડોદરા જિલ્લા ના આસોજ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણવા માટે શાળાનું જૂનું કાચું મકાન તોડી સંપૂર્ણ સુવિધાઓ સાથે 3 માળ માં, 14 ઓરડા, બાથરૂમ બાળકો ને રમવા માટે મેદાન સહીત રૂ.3.30 કરોડના ખર્ચે માય ડ્રિમ સ્કૂલ ઉભી કરવામાં આવી છે.જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થી ને સારા ભણતર ની સાથે રમત સારું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. તે નવ નિર્ણિત મકાન આજે શાળાના વિધ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.આ પ્રસંગે શિક્ષણ ખાતા ના આધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત આસોજ ગામ ના ગ્રામજનો અને શાળાના બાળકો સહીત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!