GUJARATJAMKANDORNARAJKOT

Jamkandona: જામકંડોરણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

તા.૨૮/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jamkandona: સરકારી યોજનાઓના લાભ મેળવવા, જાહેર વહીવટ અંગેની નાગરીકોની રજૂઆતો અને અરજીના સ્થળ ઉપર જ ઉકેલ આવે તેમજ વહીવટી તંત્ર વેગવંતુ પારદર્શક, સંવેદનશીલ બને તે માટે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આવક, જાતિના દાખલા, રેશન કાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાઓ, સહિત વિવિધ સેવાઓ જરૂરઉયાતમંદ નાગરિકોને સ્થળ પર જ પુરી પાડવામાં આવે છે.

રાજકોટ જીલ્લાના જામકંડોરણા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં વિધવા સહાય, વરિષ્ઠ નાગરિક સહાય, વગેરે જુદી જુદી યોજનાઓના મંજૂરી હુકમો વિતરિત કરવામાં આવ્યા હતાં, જે અંતર્ગત ૨૦ ગામોને સમાવિષ્ટ કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં અરજદારોની રજુઆતો તેમજ અન્ય યોજનાકીય અમલીકરણને લગતી પ્રશ્નો સાંભળીને સક્ષમ અધિકારીશ્રીઓની સમિતિ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષશ્રી કંચનબેન બગડા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ ગઢવી, અગ્રણીઓ સર્વેશ્રી શ્રી ખીમજીભાઈ બગડા, શ્રી બાવનજીભાઈ બગડા, ગોવિંદભાઈ રાણપરિયા, ચંદુભાઈ ચૌહાણ, સિદ્ધરાજસિંહ તેમજ ધોરાજી પ્રાંત અધિકારી શ્રી જે. એન. લીખીયા, તેમજ તાલુકાના અન્ય શિર્ષ અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!