BANASKANTHAGUJARATPALANPUR

અંબાજીના ગબ્બર માં 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવ આગામી તારીખ 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી 5 દિવસનો યોજાશે

2 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

અંબાજી આવતા શ્રદ્ધાળુઓ ને એક જ જન્મમાં એક જ દિવસે ને એક જ સમયે 51 શક્તિપીઠોના પરિક્રમા થકી લ્હાવો મળશે.51 શક્તિપીઠ મંદિરોનું નિર્માણ કાર્ય 2014 માં કરવામાં આવ્યું હતું જે એક કલ્પના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરી હતી.અંબાજીમાં પણ પ્રસ્થાપિત થાય તેવા ઉદ્દેશને લઈ ત્રણ દિવસના બદલે આ રાજ્ય કક્ષાનો મહોત્સવ 5 દિવસ નો કરવામાં આવ્યો.યાત્રાધામ અંબાજીની ગબ્બર તળેટીમાં દેશ વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠ નું નિર્માણ કાર્ય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહેચ્છાથી સ્થાપિત કરવામાં આવ્યા હતા જેમાં ભારત સહીત શ્રીલંકા ,બાંગ્લાદેશ,નેપાળ,પાકિસ્તાન જેવા દેશોમાં સ્થાપિત 51 શક્તિપીઠના મંદિરોના જેવા જ આબેહૂબ 51 શક્તિપીઠ મંદિરોનું નિર્માણ કાર્ય 2014 માં કરવામાં આવ્યું હતું જે એક કલ્પના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરી હતી કે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ ને એક જ જન્મમાં એક જ દિવસે ને એક જ સમયે 51 શક્તિપીઠોના પરિક્રમા થકી લ્હાવો મળે તેવા વિઝન સાથે સ્થાપિત કરાયેલા આ મંદિરોનું પાટોત્સવ આગામી તારીખ 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી 5 દિવસનો યોજાશે ખાસ કરીને જેમ જૂનાગઢમાં લીલી પરિક્રમા કરવામાં આવે છે તેજ રીતે ગબ્બરગઢની પણ પરિક્રમા શ્રદ્ધાળુઓ કરે ને જૂનાગઢની લીલીપરિક્ર્માની પરંપરા ચાલે છે તેવી એક પરંપરા અંબાજીમાં પણ પ્રસ્થાપિત થાય તેવા ઉદ્દેશને લઈ ત્રણ દિવસના બદલે આ રાજ્ય કક્ષાનો મહોત્સવ 5 દિવસ નો કરવામાં આવ્યો છે અંબાજી મંદિર ટ્રસ્ટ ના ચેરમેન અને જીલ્લા કલેકટર વરુન બરનવાલે વધુ માહીતી આપતા જણાવ્યુ હતુ કે આ 5 દિવસ દરમિયાન ગબ્બર તળેટીમાં પાલખીયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો,પાદુકા ચામરયાત્રા, ધ્વજા ત્રીશુળ યાત્રા,મસાલ યાત્રા શક્તિયજ્ઞ સાથે ભજન મંડળીઓ દ્વારા ધાર્મિક સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવશે જોકે હાલ તબક્કે આ પાટોત્સવ ને લઈ તમામ તૈયારીઓ પુર ઝડપ માં ચાલી રહી છે ને સમગ્ર આયોજન રાજ્ય સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના સયુકંત પણે કરવામાં આવી રહ્યુ છે. મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!