KALOL(Panchamahal)PANCHMAHAL

મહીસાગર જિલ્લાના કામદાર ને ૫૦ ટકા પગાર અને નિવૃત્તિના લાભો આપવા નામદાર મજૂર અદાલત વડોદરા નો આદેશ

તારીખ ૧૭ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ગુજરાત સરકારશ્રી કચેરી અધિક્ષક જળસંપતિ સંશોધન અને કાર્યપાલક અમદાવાદ ના તાબા હેઠળની નાયબ કાર્યપાલક ઇજનેર સરિતા માપક પેટા વિભાગ કુબેર ભવન વડોદરા મુકામે મહીસાગર જિલ્લાના કાંતિભાઈ રામાભાઈ માછી જેવો તારીખ ૧૬/૪/૮૩થી તેમની ફરજ ઉપર હાજર થયા હતા ફરજ ના અરસા દરમ્યાન તેઓની કામગીરી વફાદારી તેમજ નિષ્કલંકી હોય નોકરીના અરસા દરમિયાન પ્રત્યેક વર્ષમાં ૨૪૦ દિવસની નોકરી કરી હોવાને કારણે તેઓને સરકારશ્રીના તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્રના લાભો આપવામાં આવતા હતા પરંતુ તેઓની નોકરીના અરસા દરમિયાન એકાએક બીમારીને કારણે રજા મૂકી હોસ્પિટલમાં સારવાર મેળવવા ગેરહાજર રહે ત્યારબાદ ફિટનેસ અંગેનું પ્રમાણપત્ર મેળવી ફરજ ઉપર હાજર થવા જતા તેઓને ફરજ પર હાજર કરવાની જગ્યાએ અગાઉ કોઈપણ જાતની જાણ કર્યા સિવાય કે બચાવ પક્ષની તક આપ્યા સિવાય તેમની કાયમી ધોરણની નોકરી માંથી દફતરી આદેશ નંબર ૪૪૧/૧૨ થી તેઓને તારીખ ૨૬/૬/૧૨ ના રોજ ઞેર કાયદેસર રીતે હુકમની બજવણી કરી નોકરીમાંથી છૂટા કરતા અરજદારે કાલોલ સ્થીત ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરતા ફેડરેશને અરજદારને થયેલા ન્યાય બાબતે બાબતે સરકારશ્રીના નિયત કરેલ અધિકારીઓને પડેલા દિવસોના પગાર સાથે મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા બાબત નોટિસ પાઠવેલ પરંતુ તે બાબતે સરકારી અધિકારીઓ તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતર ન મળતા આ આ વિવાદ વડોદરા ખાતેના મદદનીશ શ્રમ આયુક્ત સમક્ષ કન્સીલેશન દાખલ કરી પડેલા દિવસોના પુરા પગાર સહિત મૂળ જગ્યાએ પુનઃ કરવા કેસ કરેલ પરંતુ એ બાબતે કોઈ સુખદ સમાધાન ન થતા આ વિવાદ નામદાર મજુર અદાલત વડોદરા કોર્ટ નંબર ૪ માં રેફરન્સ કરવામાં આવતા અરજદાર નો કેસ કોર્ટ સમક્ષ દાખલ કરેલ જે વિવાદ ચાલી જતા નામદાર વડોદરા મજુર અદાલત ના માનનીય ન્યાયાધીશ શ્રી નારાયણ લાલ શર્મા સાહેબે કેસમાં પડેલા પુરાવા અને સરકારશ્રીના વકીલ તેમજ અરજદાર તરફે યુનિયન પ્રતિનિધિ એ.એસ ભોઈ દ્વારા કરવામાં આવેલ દલીલો ધ્યાને લઈ અરજદારની ૬૦ વર્ષની ઉંમર થવાને કારણે નિવૃત્તિનો સમય ગાળો પૂર્ણ થતો હોય તે કારણે અરજદાર કાંતિભાઈ માછીને નોકરીમાંથી છૂટા કરતા સમયે આઈડી એક્ટ કલમ ૨૫ એચ અને ૨૫ એફનો ભંગ કરી છુટા કરવાનુ કારણ દર્શાવી અરજદારને છૂટા કરવાનું પગલું ગેર વ્યાજબી ગેરકાનૂની ઠેરવી તેઓને નોકરીમાંથી છૂટા કર્યા તારીખથી પડેલા દિવસોના ૫૦ ટકા પગાર તથા હુકમ પ્રસિધ્ધિ ની તારીખથી ૬૦ દિવસમાં પગાર ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેના ઉપર ૯% બેન્કેબલ વ્યાજ ચૂકવવું અને નિવૃત્તિ ની તારીખથી તેઓને નિવૃત્તિના તમામ લાભો આપવાનો આખરી આદેશ કરવામાં આવતા ગરીબ અને આદિવાસી વિસ્તારના કામદાર અને તેના પરિવારમાં આનંદની લાગણી પ્રવૃત્તિ છે

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!