GUJARATJETPURRAJKOT

Rajkot: લોધીકાના વડવાજડી ગામમાં બાલાજી વેફર્સ કંપની ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૨૩/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી બને, તે માટેના અસરકારક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો યોજીને મતદાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

૭૧ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગ અંતર્ગત રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વડવાજડી ગામમાં આવેલી બાલાજી વેફર્સ કંપની ખાતે મામલતદાર કચેરી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) અંતર્ગત ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી વિમલભાઈ ચતુર્વેદીના માર્ગદર્શન અને તેમની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં કંપનીના ઇન્ટર્ન્સ અને સ્ટાફને લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪માં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તેમજ મતદાન પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી. આ તકે સૌએ મતદાન કરવાના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં લોધીકા મામલતદારશ્રી ડી. એન. ભાડ, સંબંધિત અધિકારીઓ – કર્મચારીઓ અને કંપનીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!