GIR GADHADAGIR SOMNATHGUJARAT

આલે લે…. જો કરી..ધોકડવા ગામમાં અંધેરી નગરી ગંડું રાજ જેવી હાલત ગ્રામ પંચાયત ના હોદેદારો એ જ પેશ કદમી કરતા સામ સામા આક્ષેપો પંચાયત ના હોદેદારો જ દબાણ કરતા ચર્ચા નો વિષય યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગ્રામ જનોની માંગ

સરપંચ અને સભ્યો એ પણ પેશ કદમી કરી હોઈ તેવો વળતો આક્ષેપ પણ ઉપ સરપંચ દ્વારા કરી સસ્પેન્ડ કરવા માંગ ઉચ્ચારી હતી

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
તા.4.એપ્રિલ

તસ્વીર. અહેવાલ.
વિશાલ ચૌહાણ ધોકડવા

આલે લે…. જો કરી..ધોકડવા ગામમાં અંધેરી નગરી ગંડું રાજ જેવી હાલત ગ્રામ પંચાયત ના હોદેદારો એ જ પેશ કદમી કરતા સામ સામા આક્ષેપો પંચાયત ના હોદેદારો જ દબાણ કરતા ચર્ચા નો વિષય યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગ્રામ જનોની માંગ

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ઉપ સરપંચ તેમજ સભ્યો દ્વારા પેશ કદમી કર્યા હોવાના આક્ષેપ સાથે અરજી સરપંચ દ્વારા કરવામાં આવી હતી

ત્યાર બાદ સરપંચ અને સભ્યો એ પણ પેશ કદમી કરી હોઈ તેવો વળતો આક્ષેપ પણ ઉપ સરપંચ દ્વારા કરી સસ્પેન્ડ કરવા માંગ ઉચ્ચારી હતી

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ ચર્ચા માં હોઈ તેવું દેખાઈ રહ્યું છે રોજ કઈક નવા આક્ષેપો થતા ગામ લોકોમાં ચર્ચા નો વિષય બન્યો છે

ગીર ગઢડા તાલુકા નું ધોકડવા ગામ મા ગ્રામ પંચાયત તેમજ ગ્રામ પંચાયત ના સભ્યો અને ગામ લોકો રોજ એક નવો આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે

સરપંચ દ્વારા ઉપ સરપંચ તેમજ સભ્યો વિરુદ્ધ ઉચ્ચ કક્ષાયે લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ઉપ સરપંચ કાન્તિભાઈ માળવી એ ગૌચર તેમજ જાહેર રસ્તા મા પેસકદમી.
સભ્ય.સવજીભાઈ પુનાભાઈ સુડાસમા
ગૌચર પેસકદમી.સભ્ય રંજનબેન કાન્તિભાઈ કિડેચા જાહેર રસ્તા પર પેસકદમી ના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ

વળતા જવાબમાં ઉપ સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી
ધોકડવા ગ્રામ પંચાયત ના સરપંચ રેખાબેન એભલ બાંભણિયા અને સભ્યો એ પેશકદમી
કર્યા ના આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાયે રજૂઆત કરી કોણે કેટલી પેસકદમી કરી તેનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં સરપંચ રેખાબેન એભલ બાંભણીયા નદીના સામા કાંઠે રહેણાંક મકાનમાં પશ્ચિમ બાજુ ૧૮૦.ચોરસ મીટર જમીન મા પેસકદમી
સભ્ય.સતુરાબેન ભુપતભાઇ બલદાણીયા બસ સ્ટેન્ડ એરિયામાં 200 ચોરસ મીટર તેમજ મકેશ્વર પાસે તેમની ખેતીની જમીન મા ગૌચર જમીન મા 30 ગુઠા પેસકદમી. રેખાબેન બાબુભાઈ માળવી મેન બજારમાં ઓટલા તેમજ મોટા પ્રમાણમાં શાહી નદિના કાંઠે સરકારી જમીનમાં 12 ગુઠા પેસકદમી ઉપરાંત તેમના રહેણાંક મકાનમાં પેસકદમી.
રમેશભાઇ બાલુભાઈ ગુજ્જર રહેણાંક મકાન બહાર મોટાપાયે ઓટલો કરી પેસકદમી કરેલ હોઈ તેવા આક્ષેપો સાથે ઉપ સરપંચ એ પણ રજૂઆત કરી હતી

ધોકડવા ગામ ના સરપંચ ઉપસરપંચ સહિત સભ્યો દ્વારા પેસકદમી ના આક્ષેપ થયા છે

ધોકડવા ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોને પણ મોટા પ્રમાણમાં નોટિસો આપી હોઈ પરંતુ અંહીયા સવાલ એ ઉઠે છે કે હોદેદારો ને નોટિસો આપશે કોણ???
શું તંત્ર લાલ આંખ કરશે કે પછી આ વિવાદ મા માત્ર સામાન્ય લોકોનો જ ભોગ લેવાશે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.

શું ઉચ્ચ કક્ષાએ થી તપાસ કરી નોટિસ આપવામાં આવશે કે પછી રાજકીય કાવાદાવા કરી ભીનુ સંકેલી લેશે.
શું ફક્ત ગામ લોકો એજ પેશકદમી કરી હોય તેમ નોટિસ તો આપી છે પણ હાલ જે વિવાદ સર્જાયો કે ગ્રામ પંચાયત ના સદસ્યો તેમજ સરપંચ ઉપસરપંચ સહિત ના એ પેસકદમી કરી છે તો પહેલા હોદેદારો ઉપર કાર્યવાહી થવી જોઈયે તે થશે કે કેમ તે પણ એક સવાલ છે

આ બાબતે ગામ લોકો પાસેથી માહિતી મેળવતા તેમની શું માંગણી છે તે પણ જાણવા મળ્યું

ગામ લોકોની માંગણી
ગામ લોકો ની ફક્ત એકજ માગ છે કે ગ્રામ પંચાયત ના હોદેદારો ઉપર કાર્યવાહી કરવામાં આવે પછી ગામ લોકો પર કાર્યવાહી કરવામાં આવે તેવું ધોકડકવા ની જનતા એ જ્ણાવ્યું હતું

હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર યોગ્ય તપાસ બેસાડી પેશ કદમી કરનાર તમામ હોદેદારો ઉપર પગલા લેશે કે કેમ તેવા સવાલો એ પણ જોર પકડ્યું છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!