DANG

આહવાના મોટીદબાસ ગામે ગર્ભવતી મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મોટી દબાસ ગામે રહેતા રૂપેશભાઈ સુરેશભાઈ પવારનાં લગ્ન લક્ષ્મીબેન સાથે થયા હતા.અને લગ્નજીવન થકી બાળક  પણ છે.તેવામાં રૂપેશભાઈ સુરેશભાઈ પવાર પરણિત હોવા છતાંય તેની આંખો વઘઇ તાલુકાનાં સૂર્યાબરડા ગામની કુસબાબેન જાનાભાઈ લહરે સાથે મળી જતા પ્રેમ સંબધ બંધાયો હતો.રૂપેશભાઈ પવારની પ્રથમ પત્ની હોવા છતાંય કુસબાબેન લહરે સાથે પ્રેમ સંબધ રાખી સાત માસની ગર્ભવતી બનાવી હતી.અને છેલ્લા એક મહિનાથી બીજી પત્ની કુસબાબેન લહરેને (રખાત)તરીકે રાખી હતી.ઘરે પતિ રૂપેશભાઈ પવાર તથા પ્રથમ પત્ની લક્ષ્મીબેન પવારનાઓએ બીજી ગર્ભવતી પત્ની(રખાત) કુસબાબેન લહરેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા તેણીએ આજરોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.આ બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા સાપુતારા પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી.અને લાશનો કબ્જો મેળવી પી.એમનાં અર્થે નજીકનાં શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.મોટી દબાસ ખાતે ગર્ભવતી મહિલાએ ફાંસો ખાતા એકી સાથે બે જીવનું મૃત્યુ થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.આ બનાવ સંદર્ભે મૃતક મહિલાનાં પિતા જાનાભાઈ સયાજીભાઈ લહરેએ આરોપી એવા પતિ રૂપેશભાઈ સુરેશભાઈ પવાર તથા પ્રથમ પત્ની લક્ષ્મીબેન રૂપેશભાઈ પવાર.બન્ને રે.મોટીદબાસ તા.આહવાનાઓ સામે ફરીયાદ નોંધાવતા સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી આ બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!