AHAVADANGGUJARAT

ગિરિમથક સાપુતારા માર્ગમાં પ્રકૃતિને સુગમ અને સ્વચ્છ બનાવવા માટે સફાઈ અભિયાન હાથ ધરાયુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પેટા:-ડાંગ જિલ્લાનાં સાપુતારા નોટીફાઇડ એરીયા કચેરીનાં નાયબ કલેક્ટર અને ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવનો સ્વચ્છતા અંગેનો હકારાત્મક અભિગમ..
પેટા:-પ્રથમ વખત પ્રકૃતિનાં સૌંદર્ય અંગે સંવેદના વ્યક્ત કર્યા બાદ પ્રવાસીઓની સુરક્ષા,માર્ગદર્શન અને સ્વચ્છતા પર ભાર મૂકી સાપુતારાની કાયાપલટ કરવાનાં સફળ સારથી એટલે ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવ..

રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આવેલ નોટિફાઈફ એરીયા કચરીમાં વર્ષોથી ખાલી પડેલ ચીફ ઓફીસરની જગ્યા પર કાયમી ચીફ ઓફીસર તરીકે ડૉ ચિંતન વૈષ્ણવની થોડાક સમય પહેલા જ નિમણૂક થઈ છે.ગિરિમથક સાપુતારા ખાતે ચીફ ઓફીસર તરીકે ડૉ ચિંતન વૈષ્ણવે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રકૃતિ પ્રત્યે સંવેદના હોય કે પછી પ્રવાસીઓની સુરક્ષા સહીત માર્ગદર્શન માટે કટીબદ્ધ બન્યા છે.સાથે તેઓએ સાપુતારાનાં જોવાલાયક સ્થળો વિશે ઝીણવટભરી માહિતી એકઠી કરી નવતર પ્રયોગો હાથ ધરતા તેઓનાં આ સફળ સારથી તરીકેનો અભિગમ ઉડીને આંખે વળગી રહ્યો છે.ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓને પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તેવા પ્રયાસો ડો ચિંતન વૈષ્ણવ દ્વારા હાથ ધરાતા પ્રવાસીઓ પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે.રવિવારે સાપુતારા નોટીફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા હોટલ એસોસિએશનનાં સભ્યો,ઓનર્સ તથા સાપુતારા ખાતે ફરજ બજાવતા વિવિધ વિભાગનાં કર્મચારીઓ, ગ્રામજનો તેમજ સફાઇ કામદારોએ સાપુતારા સ્વાગત સર્કલથી માલેગામને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ઘાટમાર્ગમાં સાફ સફાઈ અભિયાન હાથ ધર્યુ હતુ.વહેલી સવારે સાપુતારાથી માલેગામ સુધીનાં માર્ગનાં સાઈડમાં પડેલ પ્લાસ્ટિક,બોટલો સહિત અન્ય કચરાનો નિકાલ કરી પ્રકૃતિને સ્વચ્છ અને સુઘડ બનાવી હતી.ગિરિમથક સાપુતારા ખાતે ચીફ ઓફીસર દ્વારા સમગ્ર સાપુતારા સહીત માર્ગોને સુગમ અને સ્વચ્છ બનાવવાની કવાયત હાથ ધરી સૌ કોઈને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.સાથે સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓ પણ પ્રકૃતિમાં ગમે ત્યાં કચરો કે પ્લાસ્ટિક ન ફેંકે તે માટે અનુરોધ કર્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!