GODHARAGUJARATPANCHMAHAL

ગોધરાના ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચોપાટી રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરાયું.

નિલેશકુમાર દરજી શહેરા

_______

ગોધરા,સોમવાર:- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરાના ફુડ સેફ્ટી ઓફીસર દ્વારા ચોપાટી રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.અગાઉ આ રેસ્ટોરન્ટમાં ઇડલી- સંભારમાં જીવાત અંગેના સમાચારને અનુલક્ષીને ગોધરા શહેરમાં લાલબાગ બસ-સ્ટેન્ડ પાસે આવેલ ચોપાટી સ્વીટસ આઇસ્ક્રીમ એન્ડ રેસ્ટોરન્ટમાં સધન તપાસ કરી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ ઇડલી અને સંભારના બે નમુનાઓ લઇ ગુજરાત રાજ્યની ફુડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.આ સાથે રેસ્ટોરન્ટ ખાતે સ્વચ્છતા બાબતે શિડયુલ-૪ મુજબ પાલન થતું ન હોઈ ફુડ સેફટી એકટ હેઠળ ઇમ્પ્રુવમેંન્ટ નોટિસ પણ ફટકારવામાં આવી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરાના અધિકારીશ્રી એક યાદીમાં જણાવ્યું છે.

***

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!