DAHODGARBADA

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ; ગરબાડા ના જેસાવાડા માં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ પોલીસ તંત્ર અજાણ કે પછી હપ્તા બોલતા હે.

જેસાવાડા પોલીસ મથકના ૫૦૦ મીટરના અંતરમાં વિદેશી દારૂનું ધૂમ વેચાણ.

ગાંધીના ગુજરાતમાં કડક દારૂ બંધીનો કાયદો હોવા છતાં ગરબાડાના જેસાવાડા માં બૂટલેગરો કાયદા કે પોલીસના ડર વિના ખુલ્લેઆમ બેફામ રીતે વિદેશી દારૂનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. જેસાવાડા પોલીસ મથક વિસ્તારના ૫૦૦ મીટર ના વિસ્તારમાં આવેલ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. અહીં વર્ષોથી બૂટલેગરોની વિદેશી દારૂની હાટડીઓ ધમધમતી જોવા મળી રહી છે. આ જોઈને એમ લાગે છે કે બુટલેગરોને કાયદા કે પોલીસનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ બિરયાની તેમજ સોડાની દુકાનોમાં વિદેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે.

જેસાવાડા પોલીસ મથકના ૫૦૦ મીટરના વિસ્તારમાં બુટલેગરોને જાણે જાહેરમાં દારૂ વેચવા માટે પરવાનગી આપવામાં આવી હોય તેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે અને દારૂડિયાઓ દ્વારા જાહેરમાં બેસી દારૂ પીવાય પણ છે.આ બાબતની સ્થાનિક પોલીસ ને જાણ હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા હોવાનું સ્થાનિક લોકો માં ચર્ચાઈ રહ્યું છે.જેસાવાડા માં ગ્રામ પંચાયત પાસે આવેલ શિવ મંદિરની પાછળ તથા આશ્રમ રોડ પર સોડાની દુકાનમાં જાણે ઠંડુ પીણું વેચતા હોય તેવી જ વિદેશી દારૂનું વેચાણ કરતા હોય છે અને ત્યાજ જાહેરમાં દારૂ પીવાય છે.જેસાવાડા માં બૂટલેગરો દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ ગુજરાતની દારૂબંધીની વાસ્તવિકતા રજૂ કરે છે. જેસાવાડા પોલીસની હપ્તાખોરીના કારણે દારૂનો ધંધો કરવા માટેનું મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે.જેસાવાડા માં આદિવાસી સમાજ વસવાટ કરે છે. અહીંના લોકો બહાર ગામ મજૂરી કરી પોતાના બાળકોને ભણાવતા હોય છે પરંતુ જેસાવાડા માં શાળાઓની નજીકમાં ચાલતા દારૂના અડ્ડા ના કારણે વિદ્યાર્થીઓના માનસ પર વિપરીત અસર પડી રહી છે અને ઘણા વિદ્યાર્થીઓ દારૂના રવાડે ચડતા હોય છે દારૂના કારણે મોટાભાગના અકસ્માતોમાં મરણનું પ્રમાણ વધ્યું છે.જેથી આ દારૂના અડ્ડાઓ તાત્કાલિક અસરથી બંધ કરી હપ્તા વસૂલ કરતા સ્થાનિક પોલીસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!