DANGWAGHAI

ડાંગ: વઘઇ ખાતે એસબીઆઈ બેંકનું એટીએમ બંધ રહેતા કાર્ડ ધારકોની હાલત દયનિય બની..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે એસબીઆઈ બેંકનું એટીએમ બંધ હાલતમાં શોભાનાં ગાંઠિયા સમાન…

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે SBI બેંકનું એકમાત્ર ATM આવેલ છે. તે રવિવારે બંધ રહેતા વ્યાપારી સહિત કાર્ડ ધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ડાંગ જિલ્લામાં ઘણા પર્યટક સ્થળો આવેલા છે. રવિવારે રજા હોવાથી વરસાદી માહોલમાં આહલાદક વાતાવરણની મજા માણવા હજારોની તાદાતમાં સહેલાણીઓ ડાંગ જિલ્લાનાં વઘઇ ગીરાધોધ સહિત બોટનીકલ ગાર્ડન ખાતે ઉમટી પડ્યા હતા.આજનાં ડિજિટલ યુગમાં  સહેલાણીઓ સહિત આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકો પણ ખરીદી અર્થે માત્ર એટીએમ કાર્ડ લઈને ઘરેથી નીકળતા હોય છે. તેવામાં વઘઇ જેવા તાલુકા લેવલનાં નગરમાં નેશનલ લેવલની બેંકનાં એટીએમ મશીનો બંધ રહેતા શોભના ગાંઠિયા સમાન સાબિત થયા છે.અહીં ગામડેથી ખરીદી અર્થે આવતા લોકો એ.ટી.એમ મશીન બંધ રહેતા વીલા મોઢે પરત ફર્યા હતા.ગ્રાહકનાં પોતાના ખાતામાં પૈસા હોવા છતાં બંધ એટીએમના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. કેન્દ્ર સહિત રાજ્ય સરકાર ડિજિટલ ઇન્ડિયા બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે.ત્યારે વઘઇ બેંકનાં વહીવટી અધિકારીઓની લાલીયાવાડીનાં કારણે ખરા સમયે એટીએમ બંધ રહેતા સરકારનાં નાણા એળે જતા દેખાઈ રહયા છે.વઘઇ નગરમાં એસ.બી.આઈનું એટીએમ અઠવાડિયામાં માત્ર ચારથી પાંચ દિવસ જ ચાલુ રહેતું હોવાનું જાણવા મળેલ છે.જેથી ડાંગ જિલ્લા એસ.બી.આઈ બેંક વિભાગ આળસ મરડી લોકોનાં મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠી છે…

Back to top button
error: Content is protected !!