KALOL(Panchamahal)PANCHMAHAL

નમર્દા કેનાલ સમા પુલ નજીક ઝાડી ઝાંખરા માં વીદેશી દારૂ નુ કટીંગ કરતા બે ઈસમો ઝડપાયા એક ફરાર

તારીખ ૪ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

 

આગામી દિવસોમાં હોળી અને ધુળેટી તહેવાર અંતર્ગત ગેરકાયદેસર દારૂ ની હેરફેર અટકાવવા માટે કાલોલ પોલીસ સ્ટાફ સરકારી ગાડીમાં પેટ્રોલિંગ માં હતો ત્યારે શુક્રવારે મોડી રાત્રે કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે ડી તરાલ ને ચોક્કસ બાતમી મળેલી કે સમા પુલથી સી.આર.ગેટ  નર્મદા કેનાલ રોડ બાજુમાં આવેલ ઝાડી ઝાંખરા માં કાલોલ તાલુકાના ખંડોળી ગામના માજી સરપંચ અશ્વિનભાઈ ઉર્ફે લાલો વિનુભાઈ પરમાર પોતાની કબજાની હોન્ડા સિટી નંબર DL-CNA-3899 માં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઇ આવેલ છે અને તે વિદેશી દારૂનુ જથ્થો મોકળ ગામના ધીરેન્દ્રસિંહ ઉર્ફે ધીરુભાઈ શૈલેન્દ્રસિંહ ચૌહાણ તથા સાગાના મુવાડા ગામના યુવરાજસિંહ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે જે આધારે પોલીસે બાતમી મુજબની જગ્યાએ ત્રણ ઇસમો હાજર હોય જે પૈકી બે ઇસમોને ઝડપી લીધા હતા જ્યારે એક ઇસમ યુવરાજ ભાગી છૂટયો હતો પંચો રૂબરૂ ગાડીમાં તપાસ કરતા આરોપી નં.એક વ્હીસ્કી પ્લાસ્ટિકના  વિદેશી દારૂની પાસ પરમીટ વિનાની કુલ મળી ૩૯૦ બોટલો કિંમત રૂ ૩૯,૦૦૦ તથા ગાડી રૂ ૨,૦૦,૦૦૦/તથા અંગ ઝડતી કરતા તેના ખીસામાંથી રોકડા રૂપિયા ૬૨૨૦/એક ઓપો મોબાઈલ ફોન જેની કિંમત આશરે ૫૦૦૦/ તથા આરોપી નં ૨  ના કબ્જાની હીરો હોન્ડા મોટરસાઇકલ જેની કિંમત આશરે ૧૫૦૦૦/ કુલ મળી રૂ ૨,૬૫,૨૨૦/ નો મુદામાલ કબજે કરી અશ્વિનભાઈ ઉર્ફે લાલો વિનુભાઈ પરમાર તથા ધીરેન્દ્રસિંહ ઉર્ફે ધીરૂભાઇ શૈલેન્દ્રસિંહ ચૌહાણ  તથા ભાંગી છૂટેલા પીંગળી ગામના યુવરાજસિંહ એમ કુલ મળી ત્રણ ઇસમો સામે પ્રોહીબિશન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી બન્ને ઈસમો નો કોવિડ ટેસ્ટ કરાવવા પોલીસે તેઓને નજરકેદ કરી આગળની તપાસ પીએસઆઈ જે ડી તરાલે હાથ ધરી છે.ઉલ્લેખનિય છે કે શુક્રવારે બપોરે એલસીબી પોલીસે કાલોલ તાલુકાના નેસડા ગામે રેડ કરી ફતેસિંહ કાંતિભાઈ સોલંકી ના ઘરે થી વિદેશી દારૂ ના ૬૨ કવાટર ઝડપી પાડયા હતા.

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!