GUJARAT

નસવાડી તાલુકાના બારી મુહડા ગામમાં પીવાના પાણી ભારે મૂશ્કેલી,મહિલાઓ કૂવામાંથી જીવનાં જોખમે પાણી ભરવા માટે મજબૂર

 

મૂકેશ પરમાર,,નસવાડી

નસવાડી તાલુકાના બારી મુહડા ગામ ડુંગર વિસ્તારમાં આવેલું ગામ છે ગામમા બારી ફળિયું અને નિશાળ ફળિયું આવેલું છે જ્યાં 25 જેટલા મકાનો આવેલા છે અને 150 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ ફળીયા છે.આ ફળિયામાં બોર અને હેડ પંપ છે પરંતુ બંધ હાલતમાં છે કાળજાળ ગરમીમાં નદી અને કોતરોમાં પાણી પણ સુકાઇ ગયું છે જેના લીધે બંનેવ ફળિયાની મહિલાઓને પાણી માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે મહીલાઓને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે બારી ફળિયામાં એક કૂવો આવેલો છે જે કૂવો 15 ફૂટ જેટલો ઊંડો છે અને કૂવામાંથી મહિલાઓ જીવનાં જોખમે ખેંચીને પાણી કાઢીને ભરી રહી છે તે કૂવાનું પાણી કચરા વાળું ,જીવાત વાળું ગંદુ પણ છે પરંતુ પાણી માટે બીજો કોઈ સ્ત્રોત નાં હોવાના લીધે આ ગંદુ પાણી ભરીને પીવા માટે ગ્રામજનો મજબૂર છે આ પાણી પીવાના લીધે ગ્રામજનોમાં બીમાર પણ પડી રહ્યા છે પશુઓ પાણી વિના ટળવળી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ પાણીની સુવિધા ઊભી કરવા માટે ફાળવે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઊભી કરતી નથી હાલ તો આ ફળિયા ની મહિલાઓ જીવનાં જોખમે ઊંડા કૂવામાંથી પાણી કાઢીને પીવા મજબૂર છે.મહિલાઓની એકજ માંગ છે સરકાર વહેલી તકે પાણીની સુવિધા ઊભી કરાવે.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!