GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુરમાં જલારામ મંદિરે પૂ.જલારામબાપાની જયંતી નિમીતે ભજન ભોજન ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાશે

તા.૧૧/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, jetpur: જેતપુર:- સમગ્ર ભારતભરમાં અદભુત કહી શકાય તેવું ભવ્યાતી ભવ્ય સંત શીરોમણી પુ. જલારામબાપાનું મંદિર જુનાગઢ રોડ ખાતે લોકસમર્થન અને લોક ભાગીદારીથી ર૦૦૬માં નિર્માણ પામેલ જેનું લોકાપર્ણ હાલનાં દેશના ગૃહમંત્રી અમીતભાઇ શાહના હસ્તે થયેલ. મંદિર જયાં ટુકડો ત્યાં હરી ઢુકડો જલારામબાપાના આ મંત્રને અનુસરતા મંદિરે કોઇ નાત જાતના ભેદભાવ વગર અનેક વખત સમુહ પ્રસાદનું આયોજન થયેલ છે. મંદિરના પ્રમુખ વિજયભાઇ જીવરાનીને જલારામબાપાએ પ્રેરણા આપતાં દરેક લોકોના સાથ સહકારથી છેલ્લા એક વર્ષથી દર રવિવારે સાંજે પુજય બાપાનો પ્રસાદ લે છે.

આગામી તા.૧૯-૧૧-૨૦૨૩ના રોજ જલરામબાપાની ૨૨૪મી જન્મજયંતિ હોય તે નિમિતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મંદિરે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સવારે ૭ કલાકે સોડસોચાર પુજનવિધિ બપોરે ૩ થી ૧૨ કલાક સુધી નંદ ગૌ સેવા કાશી વિશ્વનાથ ધૂન મંડળ ના અખંડ રામધુન કરાશે. બપોરે ૪ કલાકથી પુજય બાપાને અન્નકુટ ધરાવાસે. સાંજે બાપાની મહાઆરતી બાદ સમુહ પ્રમાદ કોઇ નાત જાતના ભેદભાવ વગર બહોળી સંખ્યામાં જલારામ ભક્તો લેશે.

રાત્રે ૧૨ કલાકે મહાઆરતી બાદ રામધુન વિરામ લેશે. અન્નકૂટમા જે ભકતો ધરાવવા ઇચ્છતા હોય તે મંદિરનો સંપર્ક કરે. આ કાર્યક્રમનો વધુમાં વધુ લોકો લાભ લે તેવું જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયુ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!