GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

છેલ્લા ત્રણ મહિનામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના રૂ. ૧.૨૨ કરોડ પરત જુનાગઢ સાયબર સેલ

છેલ્લા ત્રણ મહિનામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના રૂ. ૧.૨૨ કરોડ પરત જુનાગઢ સાયબર સેલ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : સાઇબર ક્રાઇમના બનાવ બનતા અટકાવવા તેમજ સાયબર હેલ્પ લાઈન નં. ૧૯૩૦ મા ફોન કરી જુદા-જુદા બેંક ખાતામાં ફ્રીઝ કરાવેલ રકમ અરજદારને પરત કરાવવા સારૂ જુદી જુદી બેંક તથા વોલેટ સાથે સંકલન કરી તેમજ નામદાર કોર્ટ સાથે સંકલન કરી ફ્રોડમા ગયેલ પૈસા અરજદાર ને પરત અપાવવા સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ તથા જીલ્લા સાયબર સેલને રેન્જ ડી.આઇ.જી.પી નિલેશ જાજડીયા દ્વારા સુચના કરેલ હોય.
જે અનુસંધાને સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ તથા જીલ્લા સાયબર સેલ દ્રારા સંયુક્ત કામગીરી અંર્તગત સાયબર ફ્રોડના ભોગ બનનાર નાગરીકોના નાણા વહેલી તકે અરજદારને પરત મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી કાર્યવાહી કરવામાં આવેલ હોય.
જેમા ઓગસ્ટ/૨૦૨૩ થી આજદિન સુધીમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરીકોને નામદાર કોર્ટ સાથે સંકલન કરી અલગ અલગ બેંક ખાતામાં ફ્રીઝ થયેલ કુલ રકમ રૂ.૮૬,૮૪,૯૫૮/- જેટલી રકમ પરત અપાવી તથા બેંક/વોલેટ સાથે સંકલન કરી રૂ.૩૪,૮૮,૫૮૫/- રકમ અરજદાર ના ખાતામાં પરત અપાવી હતી.
આમ છેલ્લા ત્રણ મહિનામાં નામદાર કોર્ટ તથા બેંક/વોલેટ સાથે સંકલન કરી કુલ રૂ.૧,૨૧,૭૩,૫૪૩/- પરત અપાવવા માટે સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ તથા જીલ્લા સાયબર સેલ, જુનાગઢ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સાથે નાગરીકો સાયબર ક્રાઇમનો ભોગ બને ત્યારે વહેલી તકે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર. ૧૯૩૦ પર કોલ કરવા અપીલ કરવામા આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!