આજે પુસ્તક વાંચનથી વિદ્યાર્થીઓ વિમુખ થઈ રહ્યા છે ત્યારે જીડી મોદી કોલેજ ઓફ આર્ટસમાં વ્યક્તિત્વ વિકાસને લગતા ૨૩ પુસ્તકો “ઉપર મને ગમતું પુસ્તક વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો
26 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી. મોદી આર્ટ્સ કોલેજ, પાલનપુરના હ્યુમેનિસ્ટ યુથ ફોરમ અને જન સેવા એજ પ્રભુ સેવા ગ્રુપ, પાલનપુર દ્વારા 24 જાન્યુઆરી, 2025ના રોજ ‘બુક ટોક: મારો પ્રિય પુસ્તક’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 22 વિદ્યાર્થીોએ તેમની પ્રિય પુસ્તકો પર સંક્ષિપ્ત અને તર્કસભર રજૂઆત કરી. ઝીલ ગુપ્તા અને ધવલ ગોસ્વામીએ કાર્યક્રમનું સરસ સંચાલન કાર્ય નિભાવ્યું. જન સેવા એજ પ્રભુ સેવા ગ્રુપના પિંકીબેન ખડાલિયા, અશોકભાઈ પઢીયાર, ડૉ. ધ્રુવ ગુપ્તા અને જયેશભાઈ સોની ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. દરેક ભાગ લેનારને પેન અને પુસ્તક ભેટ આપવામાં આવ્યું. રત્નનિધિ ટ્રસ્ટ પુસ્તકાલય માં સેવા બજાવતા જાણીતા યુવા લેખક શ્રી રશ્મિન ભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા અને સર્જક તરીકે પુસ્તક વાંચનથી થતાં લાભની વાત કરી વિદ્યાર્થીઓ ને લેખન તરફ અભિરુચિ કેળવવા અનુરોધ કર્યો.પ્રિન્સિપલ ડૉ. એસ.જી. ચૌહાણ સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી કાર્યક્રમ યોજી શકાયો. ડૉ. મિહિર એમ. દવે, હ્યુમેનિસ્ટ યુથ ફોરમના મેન્ટર, ધ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું. સંકુલ નિયામક ડૉ. અમિતભાઈ પારીખ સાહેબે કાર્યક્રમની પ્રશંસા કરી અને BOOK LOVERS ક્લબની રચનાનું સૂચન કર્યું. વિદ્યાર્થીઓએ વિવિધ પુસ્તકો પર રજૂઆત કરી, જેમાં ભગવદ્ગીતા, રામાયણ, ગોડાન, સરસ્વતીચંદ્ર, રીચ ડેડ પોર ડેડ, ઈકીગાઈ, ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ, વગેરે જેવા પ્રેરણાદાયી ૨૨ પુસ્તકો વિષે ચર્ચા કરી. હિમાની, ધવલ અને રફીકએ સેટિંગ અને ડેકોરેશનનું કાર્ય સંભાળ્યું. વિકાસ, રફીક અને સ્મિતએ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી સંભાળી. ઝીલ અને સ્મિતએ રજીસ્ટ્રેશન ડેસ્કનું સંચાલન કર્યું. શ્રી વિક્રમ વઝીરએ વિદ્યાર્થીઓને પ્રસ્તુતિ અને ભાષણ કુશળતા માટે માર્ગદર્શન આપ્યું. HYFના પૂર્વ પ્રમુખ હિમાલી પરમાર અને સક્રિય સભ્ય હિતાંશુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વિક્રમ વઝીરે સમાપન સમયે વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને આભારની લાગણી વ્યક્ત કરી. વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા અને ભેટ આપવામાં આવી. અંતે, બોમ્બે વડાપાવ સર્વ કરવામાં આવ્યું, જેનાથી એકતા અને ચર્ચાનો માહોલ વધુ પ્રભાવશાળી બન્યો. કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો અને એના પરિણામે વિદ્યાર્થીઓને વાંચનની પ્રેરણા મેળવી.