સખી વન સ્ટોપ સેન્ટર, જૂનાગઢ ખાતે એક ૧૭ વર્ષીની દિકરી આવી, જેણે રાજકોટથી પોતાનું અભ્યાસ ચાલુ રાખવા માટે ઘરેથી ગુસ્સામાં બિનજરૂરી જાણ કર્યા વિના નિકળી ગઈ હતી. રેલ્વે સ્ટેશન પર બેસેલી આ દિકરીની સ્થિતિ વિશે એક જાગૃત યાત્રિકે રેલ્વે પોલીસને જાણ કરી હતી.રેલ્વે પોલીસે દિકરી સાથે વાત કરી અને તેના પરિવારજનોને આ બાબતે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ૧૮૧ મહિલા હેલ્પલાઈનને માહિતી આપવામાં આવી, જેણે તરત જ દિકરીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડી, સેન્ટરે દિકરીને સુરક્ષિત આશ્રય પૂરો પાડ્યો. દિકરીના પરિવારજનો ને સેન્ટરે ટેલીફોનીક જાણ કરી અને તેમનું કાઉન્સેલિંગ કર્યું અને તેમણે દિકરીને આગળ શિક્ષણ પૂરું પાડવાનો મહત્વ સમજાવતાં શાંતિપૂર્ણ સમાધાન સાધ્યું હતુ.આ પ્રક્રિયાના અંતે દિકરી રાજી-ખુશીથી પોતાના પરિવાર સાથે ઘરે જવા તૈયાર થઈ હતી. એમ જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ