JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી તથા જીલ્લા મિડીયા વિભાગની કાર્યશાળા યોજાઈ

જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી તથા જીલ્લા મિડીયા વિભાગની કાર્યશાળા યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ની સુચનાથી પ્રદેશ મિડિયા કન્વિનર ડો યજ્ઞેશભાઇ દવેનાં માર્ગદર્શન મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માની દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર ઝોન મિડિયા ઇન્ચાર્જ સુરેશ માંગુકીયાની વિશેષ ઉપસ્થિતીમા જીલ્લા કાર્યાલય ખાતે મિડીયા વિભાગની કાર્યશાળા યોજાઈ હતી.
જેમાં ૧૩-જુનાગઢ લોકસભા મિડીયા વિભાગનાં સંયોજક સંજય પંડ્યા, સહ ઇન્ચાર્જ તેજસ ગોરાસીયા, જુનાગઢ મહાનગર કન્વિનર સુરેશ પાનસુરીયા, સહકન્વિનર જીતેન્દ્ર ઠકરાર, જીલ્લા કન્વિનર ભરતભાઈ સારીયા, સહકન્વિનર નાથ ધર્મેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યશાળાની દિપ પ્રાગટય કરી શરૂઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ ભરતભાઈ સારીયાએ શબ્દોથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું, તેમજ સંજય પંડ્યાએ તેમનાં વક્તવ્યમાં જુનાગઢ મહાનગરનાં નવનિયુક્ત મંડલનાં કન્વિનર સહકન્વિનરઓના નામોથી જાહેરાત કરી હતી, અને આગામી દરેક કાર્યક્રમોની વિગતો પ્રદેશ સુધી કેમ પહોચાડવી તેની માહીતી આપી હતી, ત્યારબાદ તેજસભાઇએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું છેલ્લે સુરેશભાઈ માંગુકીયાએ પોતાનાં તેજાબી વક્તવ્યથી મિડીયા વિભાગનાં કાર્યકરોમાં એક ઉત્સાહ વધાર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જુનાગઢ મહાનગરનાં કન્વિનર સુરેશ પાનસુરીયાએ કર્યું હતું.
કાર્યશાળામાં જુનાગઢ મહાનગર મિડીયા વિભાગનાં કેતન નાઢા, યશ ચુડાસમા, ઉદય પંડ્યા, યજ્ઞેશ ભટ્ટ, રમેશ રાઠોડ તથા દરેક વોર્ડનાં કન્વિનર સહકન્વિનરઓ તથા દરેક મોરચાના કન્વિનર સહકન્વિનરઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!