JUNAGADHJUNAGADH CITY / TALUKO

પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ યોજાનાર એટ હોમ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા

કલેકટરશ્રીએ કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું
વત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ યોજાનાર એટ હોમ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ સાથે જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે સંબંધિત અધિકારીઓ સાથે પરમર્શ કર્યો હતો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ સંકુલ ખાતે તા.૨૫-૧-૨૦૨૪ રોજ ૪.૩૦ કલાકે આ એટ હોમ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પધારનાર રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રી ઉપરાંત જૂનાગઢ જિલ્લાના પ્રતિષ્ઠિત અને ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે.
આ કાર્યક્રમ સંદર્ભે કલેકટરએ બેઠક વ્યવસ્થા, વાહનોના પાર્કિંગ, મહાનુભાવોના આવાગમન વગેરે બાબતો અંગે જરૂરી વ્યવસ્થાઓ અને ગોઠવણ માટે સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત મહાનુભાવોના લાયઝન અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન.એફ ચૌધરી સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!