GUJARATJUNAGADHKESHOD

કેશોદના અજાબ-શેરગઢ નાગલધામ ખાતે મહિયા ક્ષત્રિય સમાજના યોજાયેલા ૨૩માં સમુહ લગ્નોત્સવમાં ૬૦ વરવધુએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

કેશોદના અજાબ-શેરગઢ નાગલધામ ખાતે મહિયા ક્ષત્રિય સમાજના યોજાયેલા ૨૩માં સમુહ લગ્નોત્સવમાં ૬૦ વરવધુએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

કેશોદના અજાબ – શેરગઢ નાગલધામ ખાતે આઈ શ્રી નાગબાઈ માતાજીના સાનિધ્યમાં મહિયા ક્ષત્રિય સમાજના ૨૩માં સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહિયા ક્ષત્રિય સમાજ અને સમુહ લગ્ન સમિતિ આયોજિત સમુહ લગ્નોત્સવ માં સવારે નાગબાઈ માતાજીના મંદિરે ધ્વજારોહણ કરી કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહિયા ક્ષત્રિય સમાજના આગેવાનો અને આમંત્રિત મહેમાનો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કેશોદ મહિયા ક્ષત્રિય સમાજના યોજાયેલા ૨૩માં સમુહ લગ્નોત્સવમાં ૬૦ વરવધુ જોડાયા હતાં અને દાતાઓના સહયોગથી દરેક દિકરીઓને જીવનજરૂરી ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી.સમૂહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલનાં લગ્નનું સામુહિક આયોજન કરવું. આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશિર્વાદ સમાન હોય છે. વધતી મોંઘવારી માં સમાજના વિવિધ પ્રકાર ના રિવાજો માં પરીવર્તન થઈ રહયુ છે. ઘણા સમાજો જુના રીવાજો બંધ કરીને નવા રીવાજો શરૂ કરી રહયા છે. કેશોદના અજાબ શેરગઢ રોડ પર આવેલા નાગબાઈ માતાજીના મંદિર નાગલધામ ખાતે યોજાયેલા સમુહ લગ્નોત્સવ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં લોકસાહિત્ય ના નામી અનામી કલાકારો એ પોતાની કલા રજૂ કરી હતી મહેમાનો જ્ઞાતિજનોએ ઉદારતાથી ઘોર કરી રૂપિયા નો વરસાદ વરસાવ્યો હતો. કેશોદ નાગબાઈ માતાજીના મંદિરે યોજાયેલા સમુહ લગ્નોત્સવ કાર્યક્રમમાં મહિયા ક્ષત્રિય સમાજના તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં જ્ઞાતિજનો, આગેવાનો અને સામાજિક રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત રહીને નવદંપતિઓ ને આશીર્વાદ આપી વિદાય આપવામાં આવી હતી. મહિયા ક્ષત્રિય સમાજ અને સમુહ લગ્ન સમિતિ નાં હોદેદારો તેમજ કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!