JUNAGADHMANGROL

માંગરોળમાંથી વાહન મારફત લઈ જવાતું 2800 લિટર જ્વલનશીલ પ્રવાહી પકડાયું

* પોલીસે 4 શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથી ઘરી

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજરોજ બિન અધિકૃત બાયોડિઝલની બેરોકટોક હેરાફેરી અને ગેરકાયદેસર થઈ રહેલા વેચાણ વચ્ચે માંગરોળ પોલીસે એક બોલેરોની તલાશી લઈ 12બેરલ અને 8કેરબામાં ભરેલું 2800 લીટર જેટલું શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપી લીધું છે પોલીસે સ્ફોટક પ્રવાહી, વાહન સહિત 3.06 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કયોં છે.

માંગરોળના પોલીસ સ્ટેશનના પી એસ આઈ એસ.એન.ક્ષત્રિય તથા પોલીસ સ્ટાફ કામનાથ ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન પોરબંદર રોડ તરફથી વેરાવળ રોડ બાજુ આવી રહેલા બોલેરો પીક અપ (જીજે -11વીવી 2617)ને રોકવી તલાશી લીધી હતી. જેભાં કેરીયરના ભાગે બાંધેલી દોરી ખોલી ગ્રીન કલરની નેટ ઉંચકાવતા બેરલ અને કેરબાઓમાંથી જ્વલનશીલ પ્રવાહીની તીવ્ર વાસ આવતી હતી. વાહન ચાલક ઈમરાન હાસમભાઈ ભાટા ( ઉ.વ.22રહે.માંગરોળ) પાસે આ પ્રવાહી રાખવા પરમીટ લાયસન્સ માંગતા કાંઈ ને હોવાનું જણાવી આ પ્રવાહી બાયોડિઝલ હોવાનું જણાવ્યું હતું . વધુમાં દિનેશભાઈ ગોહેલ તથા રિઝવાન અયુબભાઈ કાવલાતના કહેવાથી ગોંડલ ખાતે કલ્પેશભાઇના ડેલામાંથી મંગાવી માંગરોળ સુધી લાવેલ હોવાનું કહ્યું હતું
પોલીસ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાયૅવાહી હાથી ઘરી છે.

——– રિપોર્ટર વસંત અખિયા માંગરોળ ——

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!