ARAVALLIMEGHRAJ

સુરક્ષા સેતુ સોસાયટી અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા આયોજીત ઇસરી હાઈસ્કૂલ ખાતે મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાઈ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સુરક્ષા સેતુ સોસાયટી અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા આયોજીત ઇસરી હાઈસ્કૂલ ખાતે મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાઈ

મહિલાઓના સ્વ રક્ષણ માટે સરકારના વિવિધ અભિગમો દ્વારા તેમજ વિવિધ કાર્યક્રમોનું વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે જેમાં પોલિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ સુરક્ષા સેતુ સોસાયટી અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા આયોજીત અને ઇસરી પોલીસ સ્ટેશન ના સહિયોગ થી શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે ખાસ મહિલાઓ પોતાનુ રક્ષણ કઈ રીતે કરી શકે તે માટે મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાઈ ગઈ હતી સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનો નું ફુલગુચ્છ થી સ્વાગત કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં શાળામાં અભ્યાસ કરતી ધોરણ 9 થી 12 ની વિધાર્થીનીઓ પોતે પોતાનું સ્વ રક્ષણ કઈ રીતે કરી શકે અને પોતાનો બચાવ કઈ રીતે કરી શકે તે માટે તાલીમ આપવામાં આવેલ જેમાં આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત એવા જુંજાસિંહ વાઘેલા એ મહિલા સ્વરક્ષણ અંતર્ગત વિવિધ જ્ઞાન આપ્યું હતું અને સમજ આપી હતી જેમાં આ કાર્યક્રમના ઉપસ્થિત ઈસરી પોલિસ સ્ટેશનના પી એસ આઈ કે આર દરજી, ઇસરી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ કમલેશભાઈ પંચાલ, શિક્ષકશ્રી કોદરભાઈ પટેલ તેમજ શાળા પરિવાર સહીત ઇસરી પોલિસ સ્ટેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંતે શાળાના શિક્ષક કેતનભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ સુરક્ષા સેતુ સોસાયટી અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા આયોજીત ઇસરી હાઈસ્કૂલ ખાતે મહિલા સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાઈ ગઈ હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!