GUJARATNAVSARIVANSADA

Vansda : વર્તમાન સમયમાં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ:વાંસદા

નવસારી ખાતે કલેક્ટરશ્રી મારફર મુખ્યમંત્રીશ્રી ને વાંસદા અને ચીખલી ના ધારાસભ્યશ્રી અનંત પટેલ અને મોટી સંખ્યા માં ભાવિ શિક્ષકો ની આગેવાની માં રજુઆત કરવામાં આવી
આગામી તા.30/09/2023 ના દીને વલસાડ ખાતે કલ્યાણી બાગ પાછે ભેગા થઈ કલેક્ટર કચેરી વલસાડ કલેક્ટરશ્રી ને રજુઆત કરવામાં આવ છે
જ્યાં ભાવિ શિક્ષકો ને સમર્થન આપવા મહા રૂઢિ ગ્રામસભા ના અધ્યક્ષ રમેશભાઈ,બોપી ગામના માજી સરપંચશ્રી નવસુ ભાઈ,પ્રમુખશ્રી શૈલેષભાઈ,નિકુંજ ભાઈ,અને મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા
વર્તમાન સમયમાં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે ભાવિ શિક્ષકો દ્વારા વિશાળ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું.
જ્યારે સરકારશ્રી નું ભણશે ગુજરાત બોલશે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરશે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રી નું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી
કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરશે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!